પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી મળી રાહત, આ રહ્યો આજનો ભાવ
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ચાલી રહેલી સમાન્ય ઉથલ-પાથલ વચ્ચે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહતનો સિલસિલો યથાવત છે. ગત આઠ દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ બુધવારે ભાવમાં સ્થિરતા રહી. આ સાથે જ દિલ્હી સહિત દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલ જૂના સ્તર પર છે. આ પહેલાં મંગળવારે પેટ્રોલમાં 15 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો.
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ચાલી રહેલી સમાન્ય ઉથલ-પાથલ વચ્ચે સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહતનો સિલસિલો યથાવત છે. ગત આઠ દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા બાદ બુધવારે ભાવમાં સ્થિરતા રહી. આ સાથે જ દિલ્હી સહિત દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલ જૂના સ્તર પર છે. આ પહેલાં મંગળવારે પેટ્રોલમાં 15 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 10 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો.
સ્વાસ્થ્ય માટે ખજાનો છે ગધેડીનું દૂધ, યુવા સ્ટાર્ટઅપે તૈયાર કર્યો Donkey Milk Soap
જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 67.91 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.47 રૂપિયા પ્રતિ લીટર
ગાંધીનગર
પેટ્રોલ: 68.10 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.66 રૂપિયા પ્રતિ લીટર
1.75 રૂપિયા પ્રતિ કિ.મીના દરે હવાઇ મુસાફરી, અલગથી મળશે 10% એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ
સુરત
પેટ્રોલ: 67.88 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.59 રૂપિયા પ્રતિ લીટર
વડોદરા
પેટ્રોલ: 67.76 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.29 રૂપિયા પ્રતિ લીટર
રાજકોટ
પેટ્રોલ: 67.73 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.31 રૂપિયા પ્રતિ લીટર
આ રહ્યા મહાનગરોમાં ભાવ
દિલ્હીમાં ઓઇલ કંપનીઓએ બુધવારે જૂના ભાવ 70.44 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. પેટ્રોલના બુધવારે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇ ક્રમશ: 72.55 રૂપિયા, 76.08 રૂપિયા અને 73.11 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર રહ્યા. તો બીજી તરફ ડીઝલના ભાવ દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 65.51 રૂપિયા, 67.29 રૂપિયા, 68.59 રૂપિયા અને 69.20 રૂપિયાના જૂના સ્તર પર યથાવત રહ્યા.
ક્રૂડ ઓઇલમાં સામાન્ય ઉથલ-પાથલ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ગત કેટલાક દિવસોથી સામાન્ય ઉથલ-પાથલનો માહોલ ચાલી રહ્યો છે. તેનું આ પરિણામ છે કે સ્થાનિક બજારમાં લોકોને રાહત મળી રહી છે. બુધવારે બ્રેંટ ક્રૂડ ઓઇલ લગભગ 62 ડોલર પ્રતિ બેરલના સ્તર પર જોવા મળ્યો. તો બીજી તરફ WTI ક્રૂડ 53.73 ડોલર પ્રત્યે બેરલ પર કારોબાર કરી રહ્યો છે.
સમોસા વેચવા માટે છોડી Google ની નોકરી, આજે 50 લાખથી વધુનું છે ટર્નઓવર
જાણકારોને આશા છે કે આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધુ તેજી આવશે નહી. તેનાથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સ્થિરતા યથાવત રહેશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિરતા જળવાઇ રહેવાથી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે.
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.
એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.