Petrol Diesel Price: સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર, જાણો તમારા શહેરમાં શું છે કિંમત
કોવિડ-19ની અસરને કારણે કાચા તેલની કિંમતોમાં ચાલી રહેલી મંદી વચ્ચે સતત ચોથા દિવસે ભારતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સ્થિર છે.
નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસ ફરી પોતાનો કેર વર્તાવી રહ્યો છે. આ કારણે પાછલા સપ્તાહની જેમ આ સપ્તાહે પણ કાચા તેલની બજારમાં કોઈ ચઢાવ-ઉતાર જોવા મળ્યો નથી. જાણવા મળી રહ્યચું છે કે કોવિડ-19ના વધતા પ્રકોપને જોઈને તેની માંગ સુસ્ત થઈ ગઈ છે. આ વચ્ચે આજે પણ આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol Diesel Price) માં કોઈ ફેરફાર થયો નથી. આ સતત ચોથો દિવસ છે, જ્યારે પેટ્રો ઈંધણની કિંમતોમાં પરિવર્તન થયું નથી. આજથી પાંચ દિવસ પહેલા સરકારી તેલ કંપનીઓ (Government Oil companies) એ માત્ર ડીઝલની કિંમતોમાં જ 15 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
પાછલા સપ્તાહના આંકડા પર નજર કરીએ તો સરકારી તેલ કંપનીઓએ સતત ચાર દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતોને એજ રીતે યથાવત રાખી હતી. ત્યારબાદ શનિવાર અને રવિવારે ડીઝલની કિંમતોમાં વધારો થયો હતો. જોવામાં આવે તો આ મહિને 10 વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે.
જાણો તમારા શહેરનો ભાવ
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ/પ્રતિ લિટર |
દિલ્હી | 80.43 | 81.94 |
મુંબઈ | 87.19 | 80.11 |
ચેન્નાઈ | 83.63 | 78.86 |
કોલકાતા | 82.1 | 77.04 |
નોઈડા | 81.08 | 73.83 |
રાંચી | 80.29 | 77.78 |
બેંગલુરુ | 83.04 | 77.88 |
પટણા | 83.31 | 78.72 |
ચંદીગઢ | 77.41 | 73.18 |
લખનઉ | 80.98 | 73.76 |
અમદાવાદ | 77.87 | 79.04 |
માત્ર ડીઝલ થયું છે મોંઘુ
આ મહિને જોવામાં આવે તો સરહકારી તેલ કંપનીઓ માત્ર ડીઝલના ભાવ વધારી રહી છે. આ મહિને 10 તબક્કામાં ડીઝલના ભાવ વધ્યા છે, જેથી ડીઝલ 1.60 રૂપિયા મોંઘુ થયું છે. પેટ્રોલની વાત કરીએ તો તેમાં આ મહિને કોઈ વધારો થયો નથી. તેના ભાવમાં છે કે, 29 જૂને વધારો થયો હતો. તે પણ 5 પૈસા પ્રતિ લીટર, દિલ્હીમાં આજે એટલે કે 30 જુલાઈએ પેટ્રોલની કિંમત 80.43 રૂપિયા પર તો ડીઝલની કિંમત 81.94 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં ડીઝલ પેટ્રોલથી મોંઘુ વેચાઈ છે.
આ સપ્તાહે કાચા તેલની કિંમતોમાં લગભગ સ્થિરતા
વૈશ્વિક બજારમાં આ સપ્તાહે પણ કાચા તેલની કિંમતોમાં શાંતિ જોવા મળી રહી છે. પાછલા સપ્તાહે મંગળવારે કાચા તેલના ભાવ વધીને ચાર મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. ત્યારબાદ તેમાં સામાન્ય મંદી કે તેજીનું વલણ છે. આ સપ્તાહે કારોબારના છેલ્લા દિવસે બુધવારે તે 0.56 ડોલરના વધારા સાથે બંધ થયું હતું.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube