નવી દિલ્હીઃ પેટ્રોલની કિંમતમાં તેલ કંપનીઓ સોમવારે ફરી વધારો કર્યો છે. છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલની કિંમત સતત વધી રહી છે. સોમવારે 13 પૈસાના વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાગ 81.62 રૂપિયા લીટર થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાછલા સપ્તાહમાં માત્ર એક દિવસને છોડીને બાકી બધા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પરંતુ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ડીઝલની કિંમતમાં પાછલા મહિને મોટો વધારો કંપનીઓ કરી ચુકી છે. છેલ્લા 9 દિવસમાં પેટ્રોલ આશરે 1.19 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. 


આ છે મુખ્ય શહેરોના ભાવ
સોમવારે વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 81.62 રૂપિયા અનેડ ડીઝલ 73.56 રૂપિયા લીટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 88.28 રૂપિયા અને ડીઝલ 80.11 રૂપિયા લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ 84.64 અને ડીઝલ 78.86 રૂપિયા લીટર છે. આ રીતે કોલકત્તામાં પેટ્રોલ 83.13 રૂપિયા લીટર અને ડીઝલ 77.06 રૂપિયા થઈ ગયું છે. 


કેમ વધી રહ્યાં છે ભાવ
ઉલ્લેખનીય છે કે લૉકડાઉન દરમિયાન સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સમાં મોટો વધારો કર્યો હતો, ત્યારબાદ ભાવ વધી ગયા હતા. હવે પેટ્રોલિમય કંપનીઓ તેના ભાવ વધારીને પોતાના વહીખાતામાં સુધારો કરી રહી છે. છેલ્લા ઘણા મહિનાથી કાચા તેલના ભાવમાં ઘટાડો થયો છે. તેમ છતાં ભારતમાં ઈંધણના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આનું કારણ છે કે લૉકડાઉનમાં તેલ કંપનીઓને મોટું નુકસાન થયું છે જેની ભરપાઇ હવે તે કરી રહી છે. આ દરમિયાન સરકારની આવક ઘટી તો તેણે પણ ટેક્સ વધારીને પોતાનો ખજાનો ભરવાનો પ્રયાસ કર્યો હતો. 


1 વર્ષમાં 1 કરોડ યાત્રીઓએ કરી વગર ટિકિટ યાત્રા, રેલવેએ રિકવર કર્યા આટલા કરોડ


ડીઝલમાં આ મહિને વધારો નહીં
આ મહિને ડીઝલના ભાવમાં રાહત છે અને કોઈ વધારો થયો નથી. પરંતુ તેની પહેલા જુલાઈમાં સરકારી તેલ કંપનીઓએ માત્ર ડીઝલના ભાવ વધાર્યા હતા. આ દરમિયાન 10 તબક્કામાં ભાવ વધારીને ડીઝલને 1.60 રૂપિયા ડીઝલ મોંઘુ કરી દેવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર