નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ના ભાવમાં ઘણા દિવસોથી સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સોમવારે ક્રૂડ ઓઇલ (Crude Oil)ના ભાવમાં ઉછાળા બાદ પણ ભારતમાં મંગળવારે પેટ્રોલિયમ ઇંધણના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 74.63 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 80.29 રૂપિયા પ્રતિ લીટર, કલકત્તામાં 77.29 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 777.85 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલના ભાવ દિલ્હીમાં 66.04 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 69.27 રૂપિયા, કલકત્તામાં 68.45 રૂપિયા અને ચેન્નઇમાં 69.81 રૂપિયા પ્રતિ લીટર છે. 

Hot Water Bath: ગરમ પાણી વડે નહાવું પડી શકે છે ભારે, જાણો શું છે ખતરો


તમને જણાવી દઇએ કે સોમવારે દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ ક્રમશ: 74.69 રૂપિયા, 80.35 રૂપિયા, 77.35 રૂપિયા અને 77.65 રૂપિયા પ્રતિ લીટર હતો. ડીઝલનો ભાવ 66.04 રૂપિયા, 69.27 રૂપિયા, 68.45 રૂપિયા અને 69.81 રૂપિયા હતો. 


તમને જણાવી દઇએ કે ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા બાદ દરરોજ ઓઇલના ભાવ નક્કી થાય છે. ઇન્ડીયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. 

નવા વર્ષમાં મોંઘી પડશે ક્રેડિટ કાર્ડ વડે ખરીદી, વધી શકે છે વ્યાજ દર


ક્રૂડ ઓઇલમાં તેજી
તમને જણાવી દઇએ કે ક્રૂડ ઓઇલ (Crude Oil) ના વાયદા ભાવ સોમવારે 14 રૂપિયા વધીને 4,255 રૂપિયા પ્રતિ બેરલ રહ્યો. મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં ડિસેમ્બર મહિનામાં ડિલિવરી માટે ક્રૂડ ઓઇલના ભાવ 14 રૂપિયા વધીને 4,255 રૂપિયા પ્રતિ બેરલ રહ્યો. તેમાં 28,028 લોટ માટે કારોબાર થયો. ઇન્ટરનેશનલ માર્કેટમાં વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ ક્રૂડ ઓઇલની કિંમત 0.02 ટકા વધીને 60.08 ડોલર પ્રતિ બેરલ રહી.   

લોન્ચિંગ પહેલાં અહીં જાણો Realme X2 ની ભારતમાં કિંમત! 17 ડિસેમ્બરના રોજ થશે લોન્ચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube