Petrol-Diesel Price પર સૌથી મોટી અપડેટ! 150 રૂપિયા સુધી મોંઘું થઇ શકે છે પેટ્રોલ
ગોલ્ડમેન સૈશએ અનુમાન વ્યક્ત કર્યું કે વૈશ્વિક સ્તર પર ક્રૂડની માંગ 99 મિલિયન બેરલ પ્રતિ દિવસને પાર પહોંચી ચૂકી છે. જલદી જ આ પ્રી કોવિડના સતર 100 મિલિયન બેરલ પ્રતિદિનને પાર પહોંચી જશે.
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel Price Today) પોતાના મોંઘા સ્તર પર ચાલી રહી છે. તેની અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. વિભિન્ન રાજકીય પક્ષો સાથે સામાન્ય લોકો સરકાર પાસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની માંગ કરી રહ્યા છે. હવે દિગ્ગજ ગ્લોબલ ફાઇનેંશિયલ કંપની ગોલ્ડમેન સૈશએ કહ્યું કે આગામી સમયમાં દેશમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા (Petrol-Diesel Price Latest News) પ્રતિ લીટર સુધી પહોંચવાની વાત કરી છે.
બ્રેંટ ક્રૂડ મોંઘું થતાં વધ્યા ભાવ
ગોલ્ડમેશ સૈશએ એક તાજા નોટમાં કહ્યું કે આગામી વર્ષ સુધી બ્રેંટ ક્રૂડ ઓઇલની કિંમત વધીને 110 ડોકર પ્રતિ બેરલ સુધી જઇ શકે છે. અત્યારે બ્રેંટ ક્રૂડના ભાવ 85 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહી છે. આ પ્રકારે હાલના ભાવના મુકાબલે આગામી વર્ષ સુધી બ્રેંટ ક્રૂડની કિંમતોમાં 30 ટકાની તેજી આવી શકે છે. ગોલ્ડમેન સૈશના ઓઇલ એનાલિસ્ટ્સનું કહેવું છે કે ગ્લોબલ ડિમાન્ડ સ્પ્લાય અસંતુલિત થઇ ગયું છે. અત્યારે ક્રૂડની ડિમાન્ડ પ્રી કોવિડ સ્તર પર પહોંચી ગઇ છે. આ આગામી વર્ષે ક્રૂડની કિંમતોમાં વધારાની આશા છે.
Multibagger Stock 2021: 20 રૂપિયાવાળા શેરએ રોકાણકારોને કર્યા માલામાલ! આજે પણ છે તક, જુઓ ડિટેલ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં લાગશે આગ
ક્રૂડના ભાવમાં વધારાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ મોટી અસર પડશે. ગોલ્ડમેન સૈશનું કહેવું છે કે ક્રૂડની કિંમતોમાં 30 ટકાના વધારાનો મતલબ એ છે કે ભારતમાં પેટ્રોલના ભાવ વધીને 150 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 140 રૂપિયા પ્રતિ લીટર સુધી થઇ શકે છે. અત્યારે રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 107.94 રૂપિયા અને ડીઝલની કિંમત 96.97 રૂપિયા પ્રતિ લીટર પર છે.
વધશે ક્રૂડની માંગ
ગોલ્ડમેન સૈશએ અનુમાન વ્યક્ત કર્યું કે વૈશ્વિક સ્તર પર ક્રૂડની માંગ 99 મિલિયન બેરલ પ્રતિ દિવસને પાર પહોંચી ચૂકી છે. જલદી જ આ પ્રી કોવિડના સતર 100 મિલિયન બેરલ પ્રતિદિનને પાર પહોંચી જશે. તેનું કારણ એ છે કે એશિયાના મોટાભાગના દેશ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટમાં બહાર નિકળ્યા છે.
TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં
આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલની કિંમત
દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાનો દૌર ચાલુ છે. સરકારી ઓઇલ કંપનીઓ ઇન્ડીયન ઓઇલ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમએ બુધવારે 27 ઓક્ટોબરના રોજ ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 58 પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 104.24 પૈસા પ્રતિ લિટર થયો છે જ્યારે ડીઝલનો ભાવ 103.81 પૈસા પ્રતિ લીટર થયો છે. વડોદરામાં પેટ્રોલનો ભાવ 103.72 રૂપિયા, જ્યારે ડીઝલનો ભાવ 103.43 રૂપિયા છે. રાજકોટમાં પેટ્રોલના 104 રૂપિયા, ડીઝલના 103.55 રૂપિયા છે.
જોકે દેશમાં પેટ્રોલનો સૌથી વધુ ભાવ મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશના બાલાઘાટમાં પેટ્રોલનો પ્રતિ લીટર 118.98 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ 108.20 રૂપિયા. સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવથી મધ્યમવર્ગી પરિવારના બજેટ પર ફટકો પડી રહ્યો છે. એક બાજુ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. બીજી તરફ રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાના કારણે લોકોના બજેટ ખોરવાઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube