ઓઈલ કંપનીઓની આ `ટ્રિક`થી વધુ સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, જાણો આજના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય વધવાના લીધે આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. જોકે, ઓઇલ કંપનીઓ પાસે એક એવી ટ્રિક છે કે જો તે ઇચ્છે તો પેટ્રોલ-ડીઝલ એક-થી બે રૂપિયા સસ્તુ થઇ શકે છે. ઓક્ટોબરથી અત્યાર સુધી ક્રૂડ ઓઇલના ભાવમાં 37-40 ટકાનો ઘટાડો આવ્યો છે, પરંતુ પેટ્રોલ-ડીઝલ 17-18 ટકા જ સસ્તું થયું છે. આ એટલા માટે કારણ કે માર્કેટિંગ માર્જિન પર અત્યાર સુધી ઓઇલ કંપનીઓ એક રૂપિયાની જે રાહત આપી રહી હતી તે બંધ કરી દેશે. પરંતુ જો ક્રૂડના ભાવમાં અહીથી કંઇક ઘટે છે, તો પેટ્રોલ-ડીઝલના ભાવ એકથી બે રૂપિયા સુધી ઓછા થઇ જશે. આ ઓઇલ કંપનીઓ પોતાનું માર્કેટિંગ માર્જિન થોડા દિવસ વધુ નીચે રાખે તો પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા જ રહેશે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય વધવાના લીધે આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. જોકે, ઓઇલ કંપનીઓ પાસે એક એવી ટ્રિક છે કે જો તે ઇચ્છે તો પેટ્રોલ-ડીઝલ એક-થી બે રૂપિયા સસ્તુ થઇ શકે છે. ઓક્ટોબરથી અત્યાર સુધી ક્રૂડ ઓઇલના ભાવમાં 37-40 ટકાનો ઘટાડો આવ્યો છે, પરંતુ પેટ્રોલ-ડીઝલ 17-18 ટકા જ સસ્તું થયું છે. આ એટલા માટે કારણ કે માર્કેટિંગ માર્જિન પર અત્યાર સુધી ઓઇલ કંપનીઓ એક રૂપિયાની જે રાહત આપી રહી હતી તે બંધ કરી દેશે. પરંતુ જો ક્રૂડના ભાવમાં અહીથી કંઇક ઘટે છે, તો પેટ્રોલ-ડીઝલના ભાવ એકથી બે રૂપિયા સુધી ઓછા થઇ જશે. આ ઓઇલ કંપનીઓ પોતાનું માર્કેટિંગ માર્જિન થોડા દિવસ વધુ નીચે રાખે તો પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા જ રહેશે.
પેટ્રોલ ડીઝલના ભાવને લઇને પેટ્રોલિયમ મંત્રીનું 'અચ્છે દિન વાળું' નિવેદન, સૌને થશે રાહત
બે દિવસથી વધ્યા નથી ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છ દિવસથી ચાલી રહેલા ઘટાડાનો સિલસિલો અટકી ગયો છે. ગત બે દિવસથી ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર ગુરૂવારે દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલની કિંમત બુધવારની માફક 68.65 રૂપિયા, 70.78 રૂપિયા, 74.30 રૂપિયા અને 71.22 રૂપિયા પ્રતિ લીટર છે.
લ્યો બોલો !!! 360 કરોડની કંપનીનો માલિક છે ચલાવે છે રિક્શા, સરકારીને પહેરાવી દીધી 45 કરોડની 'ટોપી'
ડીઝલ પણ સ્થિર
દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલ ડીઝલના ભાવ ગુરૂવારે 62.66 રૂપિયા, 64.42 રૂપિયા, 65.56 રૂપિયા અને 66.14 રૂપિયા પ્રતિ લીટર છે. જોકે આજે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. જો આ ટ્રેંડ ચાલતો રહ્યો તો આવતીકાલે ભાવમાં ઘટાડો નોંધાઇ શકે છે.
હવે પીઝાની જેમ પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલીવરી મળશે, IOC આપશે મફતમાં સેવા
એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.
જીંદગીમાં બે વાર નાપાસ થયા, કેન્ટીનમાં આવેલા એક આઈડિયાથી ઉભી કરી દીધી કરોડોની કંપની
કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.
તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.