નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ સોમવારે સતત બીજા દિવસે વધ્યા હતા. દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં પેટ્રોલ સાત પૈસા જ્યારે ચેન્નઇમાં આઠ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. તો બીજી તરફ ડીઝલનો ભાવ પણ દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં છ પૈસા જ્યારે ચેન્નઇમાં સાત પૈસા પ્રતિ લીટર વધી ગયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નવા વધારા બાદ પેટ્રોલના ભાવ ફરીથી 70 રૂપિયા પ્રતિ લીટરથી ઉંચો થઇ ગયો છે અને ડીઝલ પણ 64 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડીયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ વધીને ક્રમશ: 70.05 રૂપિયા, 72.31 રૂપિયા, 75.75 રૂપિયા અને 72.77 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. ચારેય મહાનગરોમાં ડીઝલના ભાવ વધીને 63.90 રૂપિયા, 65.82 રૂપિયા, 66.99 રૂપિયા અને 67.59 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. 


આંતરરાષ્ટ્રીય બજારમાં ગત થોડા દિવસો પહેલાં ઓઇલના ભાવમાં વધારાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં દિલ્હી, કલકત્તા અને મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 પૈસા જ્યારે ચેન્નઇમાં 13 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.  



અત્રે ઉલ્લેખનીય છે કે ગત થોડા દિવસો પહેલાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં નરમાઇ રહેતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગ્રાહકોને ખૂબ મોટી રાહત મળી હતી. આ પહેલાં 30 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડોના દૌર યથાવત રહ્યો હતો અને સાથે જ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 1.93 રૂપિયા લીટર સસ્તુ થઇ ગયું હતું અને ડીઝલના ભાવ પણ 2.91 રૂપિયા પ્રતિ લીટર ઘટી ગયા હતા.