નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી પર છ દિવસ બાદ બુધવારે ફરી એકવાર બ્રેક લાગી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશની રાજધાની દિલ્હી સહિત ચાર મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર નોંધાયો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી, કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ પૂર્વવત ક્રમશ: 71 રૂપિયા, 73.11 રૂપિયા, 76.64 રૂપિયા અને 73.72 રૂપિયા પ્રતિ લીટર નોંધવામાં આવ્યા છે. ચારેય મહાનગરોમાં ડીઝલની કિંમતો પણ ક્રમશ: 66.17 રૂપિયા અને 67.95 રૂપિયા પ્રતિ લીટર, 69.30 રૂપિયા અને 69.91 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત રહી. 

રેનો Kwid નું ઇલેક્ટ્રિક વર્જન થયું તૈયાર, ટૂંક સમયમાં ભારતના રોડ પર દોડતી જોવા મળશે


જાણો આજના ભાવ
અમદાવાદ
પેટ્રોલ: 68.39 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.1 રૂપિયા પ્રતિ લીટર


ગાંધીનગર
પેટ્રોલ: 68.59 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.03 રૂપિયા પ્રતિ લીટર


સુરત
પેટ્રોલ: 68.39 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 69.12 રૂપિયા પ્રતિ લીટર


વડોદરા
પેટ્રોલ: 68.12 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.84 રૂપિયા પ્રતિ લીટર


રાજકોટ
પેટ્રોલ: 68.22 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલ: 68.95 રૂપિયા પ્રતિ લીટર

જીએસટીની ઝંઝાળ: આજે યોજાશે GST પરિષદની મહત્વપૂર્ણ બેઠક, જો આ નિર્ણય લેવાશે તો સસ્તા થશે મકાન


આ પહેલાં મંગળવારે પેટ્રોલના ભાવમાં દિલ્હીમાં નવ પૈસા, કલકત્તા અને મુંબઇમાં 10 પૈસા અને ચેન્નઇમાં 11 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલના ભાવમાં દિલ્હી અને કલકત્તામાં છ પૈસા અને મુંબઇ તથા ચેન્નઇમાં સાત પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ગત છ દિવસોથી દિલ્હીમાં પેટ્રોલ 67 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું જ્યારે ડીઝલના ભાવમાં 55 પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો હતો. 


તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ
તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો.  

Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન 2020 સુધી થશે લોન્ચ, જાણો ખાસ વાતો


એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ
શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.