રેનો Kwid નું ઇલેક્ટ્રિક વર્જન થયું તૈયાર, ટૂંક સમયમાં ભારતના રોડ પર દોડતી જોવા મળશે

Updated By: Feb 20, 2019, 12:13 PM IST
રેનો Kwid નું ઇલેક્ટ્રિક વર્જન થયું તૈયાર, ટૂંક સમયમાં ભારતના રોડ પર દોડતી જોવા મળશે

ઇલેક્ટ્રિક વાહનોની રાહ જોઇ રહેલા લોકો માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક વાહન ચલાવવાનું સપનું પુરૂ થઇ જશે. ટૂંક સમયમાં રેનો પોતાની લોકપ્રિય હેચબેક કારનું ઇલેક્ટ્રિક વર્જન ભારતીય બજારમાં ઉતારી શકે છે. જોકે રેનોએ પોતાની ક્વિડનું ઇલેક્ટ્રિક વર્જન લગભગ તૈયાર કરી લીધું છે. તાજેતરમાં જ રેનોની ક્વિડનું ઇલેક્ટ્રિક વર્જન ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું હતું. કંપનીએ ચીનમાં તેનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. જોકે તેના લોન્ચિંગને લઇને હજુ સુધી કોઇ જાણકારી નથી. પરંતુ આશા છે કે આગામી વર્ષ સુધી આ ભારતીય માર્ગો પર દોડતી જોવા મળશે. 
Renault Kwid EV production version is ready, Spotted during testing for the first time
Mahindra XUV300 નું ઇલેક્ટ્રિક વર્જન 2020 સુધી થશે લોન્ચ, જાણો ખાસ વાતો

ઇલેક્ટ્રિક વર્જનમાં શું છે ખાસ?
ક્વિડના ઇલેક્ટ્રિક વર્જનમાં રિયર વ્યૂ કેમેરા, ટચ સ્ક્રીન ઇંફોટેનમેંટ સિસ્ટમ, રિયર એસી વેંટ્સ, ઓટોમેટિક એસી વગેરે જેવા પ્રીમિયમ ફીચર્સ હોવાની આશા છે. Renault Kwid EV ને સૌથી પહેલાં ચીનમાં જ લોન્ચ કરવામાં આવશે. ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોનું મોટું માર્કેટ છે. અહીં ખૂબ લોકપ્રિય છે. ચીન બાદ રેનો તેને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
kwid-1
Hyundai ની પ્રથમ ઇલેક્ટ્રિક કાર, ફૂલ ચાર્જીંગ બાદ દોડશે 300 કિમી

Kwid માં હોઇ શકે છે ડબલ ચાર્જિંગ પોઇન્ટ
રેનો પોતાની Kwid માં ડબલ ચાર્જિંગ પોઇન્ટનો વિકલ્પ આવી શકે છે. મળતી માહિતી અનુસાર કંપનીએ ચીનમાં જે કારનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે, તેમાં બે ચાર્જિંગ પોઇન્ટ છે. બે ચાર્જિંગ પોઇન્ટ બનાવવા પાછળનો હેતુ છે કે તેને ઘર અને સાર્વજનિક ચાર્જરના અનુકૂળ બનાવવામાં આવી શકે. 

Hero ની ઇલેક્ટ્રિક બાઇકથી હવે થશે 70 હજાર રૂપિયા સુધીની બચત

સરકારની પોલિસી બાદ થશે લોન્ચ
ઇલેક્ટ્રિક વાહનોને લઇને ભારતીય સરકારની નિતીઓની રાહ છે. રેનો ઇન્ડિયાના અનુસાર ઇલેક્ટ્રિક વાહનોની નીતિ તૈયાર થયા બાદ જ ભારતીય બજારમાં રેનો ક્વિડનું ઇલેક્ટ્રિક વર્જન લોન્ચ કરશે. અત્યાર સુધી કંપનીઓને તેને વિદેશી માર્કેટના અનુસાર તૈયાર કરી છે. ભારતીય માર્કેટ અનુસાર ફેરફાર કરીને તેને આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે. 

એકવાર ચાર્જિંગ કરશો તો 180 KM દોડશે આ સ્કૂટર, માત્ર 5 હજારમાં કરાવો બુકિંગ

મારૂતિ પણ ઉતારી શકે છે ઇલેક્ટ્રિક વેગનઆર
રેનો ઉપરાંત મારૂતિ સુઝુકી પણ આગામી વર્ષ સુધી ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહન લોન્ચ કરી શકે છે. મળતી માહિતી અનુસાર કંપનીએ પોતાની મનપસંદ હેચબેક વેગનઆરનું ઇલેક્ટ્રિક વર્જન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. તેના ઇલેક્ટ્રિક વર્જનનું ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મહિંદ્બાએ પણ જાહેરાત કરી છે કે તે પોતાની કોમ્પેક્ટ કાર XUV300 ના ઇલેક્ટ્રિક વર્જનને લોન્ચ કરશે.  

ટાટા મોટર્સ પણ ઇલેક્ટ્રિક વાહનોની રેંજમાં પોતાની પહેલી કાર તૈયારી કરી ચૂકી છે. સૌથી પહેલાં કંપની ટિગોર સેડાનનું ઇલેક્ટ્રિક વર્જન બજારમાં ઉતારશે. તો બીજી તરફ હ્યુંડાઇ પણ પોતાની ઇલેક્ટ્રિક એસયૂવી કોના લોન્ચ કરશે. નિસાને ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેંટમાં પહેલાં જ પોતાનું બજાર તૈયાર રાખ્યું છે. ગ્લોબલ માર્કેટમાં તેની સૌથી વધુ વેચાનાર કાર Leaf ક્લીન મોબિલિટી માટે પ્રસિદ્ધ છે. ટૂંક સમયમાં જ તેને પણ લોન્ચ કરવામાં આવશે.