અતુલ તિવારી/અમદાવાદ :દેશભરમાં કોરોનાને કારણે સરકાર પેટ્રોલ-ડીઝલ (Petrol Price Today) પર વેટ વધારી રહી છે. હાલમાં જ દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ વધાર્યું હતું, જેના બાદ હવે યુપી સરકારે પણ ગઈકાલે રાત્રે વેટ વધારવાની જાહેરાત કરી છે. હવેથી યુપીમાં પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ખરીદવા પર તમને પહેલાની સરખામણીમાં વધુ રૂપિયા ખર્ચવા પડશે. જોકે, આજે દેશના કોઈ પણ મહાનગરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. દેશની રાજધાની દિલ્હી સહિત અનેક મહાનગરોમાં તેલના  ભાવ આજે પણ સ્થિર રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્ટાર્સે ફિલ્મોમાં એક-બે નહિ, પણ બધા જ કપડા ઉતાર્યા હતા...  એક સમયે શાહરૂખ ખાન પણ થયા હતા ‘નગ્ન’


અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉનમાં ખુલ્લા રહેશે પેટ્રોલ પંપ
ગઈકાલે અમદાવાદમાં 15 મે સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું છે. આવામાં દવા અને દૂધની દુકાનો સિવાય કંઈ જ ખુલ્લુ રાખવામાં નહિ આવે. જોકે, પેટ્રોલ પંપ ખુલ્લા રાખવાના એએમસી દ્વારા આદેશ કરાયા છે. અમદાવાદમાં જરૂરિયાત સર્વિસ સાથે સંકળાયેલા લોકોને પેટ્રોલ મળતુ રહેશે તે માટે પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. હોસ્પિટલમા કામ કરતા લોકો, ફાર્મા કંપની સાથે જોડાયેલા તથા ફ્રન્ટ વોરિયર્સને સમયસર પેટ્રોલ મળી રહે તે માટે પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે. અમદાવાદમા આજના પેટ્રોલના ભાવ પર નજર કરીએ તો, ડીઝલ 65.15 રૂપિયા અને પેટ્રોલનો ભાવ 67.13 રૂપિયા છે. ગઈકાલે પેટ્રોલનો ભાવ 67.16 રૂપિયા હતો, તો ડીઝલનો ભાવ 65.19 રૂપિયા હતો. આજે પેટ્રોલનો 0.3 પૈસા ઘટ્યો છે, તો સાથે જ ડીઝલનો
ભાવ પણ 0.4 પૈસા ઘટ્યો છે. 


7 મેના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ
શહેરોના નામ         પેટ્રોલ/લીટર         ડીઝલ/લીટર
દિલ્હી                      71.26 રૂપિયા     69.39 રૂપિયા
મુંબઈ                      76.31 રૂપિયા     66.21 રૂપિયા
કોલકાત્તા                  73.30 રૂપિયા     65.62 રૂપિયા
ચેન્નઈ                      75.54 રૂપિયા     68.22 રૂપિયા 


યુપીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
યુપીમાં પેટ્રોલ પર 2 રૂપિયા વેટ લગાવવામાં આવ્યું છે. જેના બાદ અહી પેટ્રોલનો ભાવ 73.91 રૂપિયા પ્રતિ લીટર થયું છે. તો સૌથી પહેલા દિલ્હી સરકારે મંગળવારે VAT માં વધારો કર્યો હતો. જેના બાદ દિલ્હીમાં ડીઝલની કિંમત 7.10 રૂપિયા અને પેટ્રોલ 1.67 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. તેના બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી હતી. કેન્દ્ર સરકારે મંગળવારની રાત્રે પેટ્રોલ પર ઉત્પાદ 10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ઉત્પાદ 13 રૂપિયા પ્રતિ લીટર વધાર્યું હતું. 


આ રીતે નક્કી થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ 
દેશની સૌથી મોટી તેલ કંપની ઈન્ડિયન ઓઈલના અનુસાર, દિલ્હીમાં એક લીટર પેટ્રોલ પર પ્રાઈસ 17.96 રૂપિયા છે. તેમાં 32 પૈસા કેરિએજ, 32.98 રૂપિયા ઉત્પાદ ચાર્જ, 3.56 પૈસા ડીલરનું કમિશન અને 16.44 રૂપિયા રાજ્ય સરકારનું વેટ સામેલ હોય છે. આ બધાને જોડી દઈએ તો એક લીટર પેટ્રોલનો ભોવ 71.26 રૂપિયા થઈ જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર