નવી દિલ્હી: અનલોક 1.0માં અત્યાર સુધી રાજ્યોને પોતાના નુકસાનની વાત સતાવવા લાગી છે. મોટાભાગના રાજ્યોએ લોકડાઉન દરમિયાન આર્થિક નુકસાન માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પરંતુ આ દરમિયાન ઘણા એવા રાજ્ય છે જેમણે અત્યાર સુધી ભાવ વધાર્યા નથી, પરંતુ હવે તેમને આર્થિક નુકસાન સતાવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં મોંઘુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ
ગુજરાતના ઉપમુખ્યમંત્રી નિતિન પટેલે ગુરૂવારે કહ્યું હતું કે રાજ્ય સરકાર લોકડાઉનના કારણે રાજ્યના ખજાનામાં થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે પેટ્રોલ અને ડીઝલ (Petrol - Diesel) જેવા ઇંધણો પર વેટ વધારવા પર વિચાર કરી રહી છે. ગુજરાત સરકાર અત્યારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર 21 ટકા ટેક્સ વસૂલે છે તેમાંથી 17 ટકા વેટ અને 4 ટકા ઉપકર છે. 


સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે ગુજરાતમાં
નિતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં વેટના દર અને ઇંધણની કિંમત, બંને દેશમાં સૌથી ઓછી છે. તેમણે ગાંધીનગરમાં સંવાદદાતાઓને કહ્યું કે આપણે જીએસટીના સંગ્રહમાં ઘટાડાના કારણે મહત્વપૂર્ણ રાજસ્વ ગુમાવી છે, કારણ કે લોકડાઉનના કારણે વ્યવસાય બંધ હતા. આપણે લોકડાઉનથી પ્રભાવિત લોકો માટે રાહત પેકેજ જાહેર કરવામાં વધારાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube