દવા અસલી છે કે નકલી, જણાવશે ક્યૂઆર કોડ!
સરકાર 2011થી જ દવાઓ પર ક્યૂઆર કોડ શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ દવા કંપનીઓ અને લોબી ગુપ્સે ટ્રેસિંગ અને ટ્રેકિંગ વિશે વિભિન્ન વિભાગો દ્વારા જારી દિશાનિર્દેશો પર ચિંતા વ્યક્ત કરી હતી.
નવી દિલ્હીઃ બધી દવાઓ પર જલદી ક્વિક રિસ્પોન્સ (QR) કોડ જોવા મળી શકે છે. તેનાથી તે માહિતી મેળવી શકાશે કે દવા અસલી છે કે નકલી. સાથે તેનું ટ્રેકિંગ પણ કરી શકાશે. સૂત્રો પ્રમાણે આ વિશે એક સમિતિની રચના કરી દેવામાં આવી છે, જે તેની રૂપરેખા તૈયાર કરશે. ક્યૂઆર કોડ (QR code)થી દવાઓનું ટ્રેકિંગ અને ટ્રેસિંગમાં મદદ મળે છે અને તેનાથી નકલી અને ડુપ્લીકેટ દવાઓ દર્દીઓ સુધી પહોંચવાની સંભાવના ઓછી થઈ જાય છે.
પ્રધાનમંત્રી કાર્યાલય, નીતિ આયોગ, કોમર્સ મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યૂટિકલ્સ અને સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રતિનિધિઓએ પાછલા સપ્તાહે બેઠક યોજી જેમાં આ મામલાને પહોંચી વળવા અને તે વિશે જલદી એક નોટિફિકેશન જારી કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે સ્વાસ્થ્ય સચિવની આગેવાનીમાં એક સમિતિની રચના કરવામાં આવી છે, જે 21 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.
લોન્ચ થઈ ગઈ સેડાન Honda city, માત્ર 5000માં થઈ રહ્યું છે આ કારનું બુકિંગ
2011થી ક્યૂઆર કોડનો પ્રયત્ન
સરકાર 2011થી જ દવાઓ પર ક્યૂઆર કોડ શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ દવા કંપનીઓ અને લોબી ગ્રુપે ટ્રેસિંગ અને ટ્રેકિંગ વિશે વિભિન્ન વિભાગો દ્વારા જારી દિશાનિર્દેશો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે, તેના માટે એક સિંગલ ક્યૂઆર કોડ સિસ્ટમ હોવી જોઈએ. એક સૂત્રએ કહ્યુ, તેના પર ખુબ કનફ્યૂઝન હતું. આખરે આ મામલાનો ઉકેલ આવી જશે. હાલની બેઠકમાં તે નિર્ણય થયો કે એક ક્યૂઆર કોડ હોવો જોઈએ.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube