લોન્ચ થઈ ગઈ સેડાન Honda city, માત્ર 5000માં થઈ રહ્યું છે આ કારનું બુકિંગ
નવી હોન્ડા સિટીની શરૂઆતી કિંમત 10.89 લાખ રૂપિયા છે અને તે 14.64 લાખ રૂપિયા સુધી પહોંચે છે. આ દિલ્હીમાં કારની એક્સ-શોરૂમ પ્રાઇઝ છે. પાંચમી જનરેશન વાળી 2020 સિટી સેડાન V, VX અને ZX આ ત્રણ મોડલમાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ લૉકડાઉન બાદ હવે બધી કાર ઉત્પાદન કંપનીઓ બજારમાં પોતાની નવી ગાડીઓ લોન્ચ કરવામાં લાગેલી છે. આ કડીમાં કાર ઉત્પાદન કંપની હોન્ડાએ પોતાની પાંચમી પેઢીનું 2020 Honda City લોન્ચ કર્યું છે. સેડાન સેગમેન્ટમાં પોતાની ધાક રાખનાર Honda Cityનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
માત્ર 5000 રૂપિયામાં કરાવો બુકિંગ
નવી હોન્ડા સિટીની શરૂઆતી કિંમત 10.89 લાખ રૂપિયા છે અને તે 14.64 લાખ રૂપિયા સુધી પહોંચે છે. આ દિલ્હીમાં કારની એક્સ-શોરૂમ પ્રાઇઝ છે. પાંચમી જનરેશન વાળી 2020 સિટી સેડાન V, VX અને ZX આ ત્રણ મોડલમાં આવી છે. Honda City પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંન્નેમાં આવશે. કંપનીની વેબસાઇટ hondacarindia.com પર Honda from home વિકલ્પ દ્વારા ગ્રાહકો નવી હોન્ડા સિટીને બુક કરી શકે છે. બુકિંગ કિંમત માત્ર 5000 રૂપિયાથી શરૂ થાય છે.
Alibaba એ ભારતમાંથી બાંધી લીધા બોરીયા બિસ્તરા, ગુરૂગ્રામ અને મુંબઇની ઓફિસ બંધ
એવરેજ છે દમદાર
Honda city માં 6,000 rpm પર એન્જિન 121PSનો પાવર અને 4,300 rpm પર 145Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ Honda cityનું મેન્યુઅલ મોડલ 17.8 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપશે. દાવો છે કે CVT મોડલ 18.4 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપશે.
કંપની પ્રમાણે Alexa રિમોટ કનેક્ટિવિટી ફીચરની સાથે આ સેડાન ભારતની પ્રથમ કનેક્ટેડ સેડાન કાર છે. કારમાં ટેલીમેટિક્સ કંટ્રોલ યૂનિટ (TCU)ની સાથે નેક્સ્ટ જનરેશન હોન્ડા કનેક્ટ આપવામાં આવ્યું છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે