દોઢ વર્ષમાં 2 વખત મોંઘા થઇ શકે છે ફોન કોલ અને ઇન્ટરનેટના દર: EY
ટેલિકોમ ક્ષેત્રનું હાલનું માળખું ફાયદાકારક ન હોવાથી એક દોઢ વર્ષમાં ફોન કોલ તથા ઇન્ટરનેટ સહિત તમામ સેવાઓના દર બે વખત વધારવામાં આવી શકે છે. ઇવાયએ આ અનુમાન વ્યક્ત કર્યું છે.
નવી દિલ્હી: ટેલિકોમ ક્ષેત્રનું હાલનું માળખું ફાયદાકારક ન હોવાથી એક દોઢ વર્ષમાં ફોન કોલ તથા ઇન્ટરનેટ સહિત તમામ સેવાઓના દર બે વખત વધારવામાં આવી શકે છે. ઇવાયએ આ અનુમાન વ્યક્ત કર્યું છે. ઇવાયના લીડર પ્રશાંત સિંઘલે કહ્યું કે દરોમાં અત્યારે વધારો કરવો યોગ્ય નથી. આગામી 12 થી 18 મહિનામાં બે દરમાં વધારો કરવામાં આવી શકે છે તથા પહેલો વધારો આગામી છ મહિનામાં કરવામાં આવી શકે છે.
તેમણે કહ્યું કે 'દરમાં વધારો જરૂરી છે. ગ્રાહકો માટે ટેલિકોમ ખર્ચ ઠીકઠાક ઓછો છે અને આગામી છ મહિનામાં દરમાં વધારો કરવામાં આવી શકે છે. હું એમ નથી કહી રહ્યો કે આ થશે જ, પરંતુ જેટલું જલદી થાય તેટલું સારું રહેશે. તેમણે કહ્યું કે કંપનીઓની આર્થિક સ્થિતિ તથા વ્યાજબી દરમાં પણ વિચારવું પડશે. પરંતુ બજારમાં ટકી રહેવા સુનિશ્વિત કરવા માટે 12 થી 18 મહિનામાં બે વાર વધારો કરવામાં આવી શકે છે અને પહેલો વધારો આગામી છ મહિનામાં પણ થઇ શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube