PIB Fact Check: કેન્દ્ર સરકાર તરફથી દેશવાસીઓ માટે તમામ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનામાંથી ઘણી એવી છે જેમાં સીધા લાભાર્થીના એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરવામાં આવે છે. ગત થોડા દિવસોથી એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે તમારા બેંક એકાઉન્ટમાં 2.67 લાખ રૂપિયા ટ્રાંસફર કર્યા છે. જો તમારી પાસે આવો જ કોઇ મેસેજ આવ્યો છે, તો સાવધાન થઇ જાવ. સરકાર તરફથી આ વખતે ટ્વીટ કરી જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રોડ મેસેજથી સાવધાન રહેવાની જરૂર
પીઆઇબીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર ફેક્ટ ચેક દ્રારા આ વિશે પુરી જાણકારી અપઈ. ટ્વીટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેમના દ્રારા આવી કોઇ યોજના ચાલતી નથી. સાથે જ આગ ફ્રોડ મેસેજથી સાવધાન રહેવા માટે કહ્યું છે. સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે અજાણી લીંક અથવા મેસેજ પર ક્લિક કરીને આ પ્રકારના મેસેજના ઝાંસામાં આવીને તમે તમારા પૈસા અને અંગત જાણકારી દાવ પર લગાવી શકો છો. 


મેસેજમાં શું લખ્યું?
લોકોના મોબાઇલ પર આવનાર મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે તમારી પાસે આ પૈસા સરકારી યોજના હેઠળ ખાતામાં ટ્રાંસફર કરવામાં આવી રહ્યા છે. આ મેસેજના અંતમાં તમને એક લીંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવે છે. 
https://factcheck.pib.gov.in/ પર વિઝિટ કરવું પડશે. આ ઉપરાંત તેના માટે વોટ્સઅપ નંબર +918799711259 અથવા ઇમેલ: pibfactcheck@gmail.com પર પણ જાણકારી મેચ કરી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube