IPO ખુલતા પહેલાં જ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે Plaza Wires નો IPO, શાનદાર લિસ્ટિંગના સંકેત
Plaza Wires IPO : 29 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી પ્લાઝા વાયર્સનો આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓમાં પ્રાઇઝ બેન્ડ 51થી 54 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓ ખુલતા પહેલાં જ ગ્રે માર્કેટમાં 13 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ આઈપીઓમાં પૈસા લગાવી કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. દિલ્હી બેસ્ડ પ્લાઝા વાયર્સ લિમિટેડ શુક્રવાર, 29 સપ્ટેમ્બરે પોતાના આઈપીઓ (Plaza Wires IPO)બજારમાં લોન્ચ કરી રહી છે. કંપનીએ પોતાના આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ (Plaza Wires IPO Price Band)નક્કી કરી છે. પ્લાઝા વાયર્સ લિમિટેડ વાયર્સનું મેન્યૂફેક્ચરિંગ અને સેલિંગ કરે છે. આ કંપની એલટી એલ્યુમીનિયમ કેબલ અને ફાસ્ટ મૂવિંગ ઈલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG)ના સેલિંગ અને માર્કેટિંગનું પણ કામ કરે છે. કંપનીએ પોતાના આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 51થી 54 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. આ આઈપીઓને બુધવાર, 4 ઓક્ટોબર સુધી સબ્સક્રાઇબ કરી શકાય છે.
1,32,00,158 નવા શેર જારી થશે
પ્લાઝા વાયર્સ લિમિટેડના આઈપીઓમાં ઈન્વેસ્ટરો ઓછામાં ઓછા 277 ઈક્વિટી શેર અને ત્યારબાદ 277 ઈક્વિટી શેરના ગુણકોમાં બોલી લગાવી શકે છે. 10 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરની ફેસ વેલ્યૂનો આ પબ્લિક ઈશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ હશે. આ આઈપીઓમાં 1,32,00,158 સુધીના ઈક્વિટી શેર જારી કરવામાં આવશે. આઈપીઓમાં ઓફર ફોર સેલ નથી.
આ પણ વાંચોઃ 1 મહિનામાં 200% નું રિટર્ન, IPO બન્યો કુબેરનો ખજાનો, રોકાણકારો ગદગદ
કયાં થશે ફંડનો ઉપયોગ
કંપની આઈપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમનો ઉપયોગ હાઉસ વાયર, ફાયર રેજિસ્ટેન્સ વાયર અને કેબલ, એલ્યુમીનિયમ કેબલ અને સોવલ કેબલના મેન્યૂફેક્ચરિંગ માટે નવી ફેક્ટરી બનાવવા અને કંપનીની ઓપરેશનલ જરૂરીયાતો અનુસાર પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તારમાં કરવામાં આવશે.
ખુલતા પહેલા સારા નફાના સંકેત
પ્લાઝા વાયર્સનો આઈપીઓ હજુ ઓપન થયો નથી અને ગ્રે માર્કેટમાં કંપનીના શેર સારા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. મંગળવારે ગ્રે માર્કેટમાં પ્લાઝા વાયરસના શેર 13 રૂપિયાના પ્રીમિયમ (Plaza Wires GMP)પર ટ્રેડ કરી રહ્યાં છે. આ હિસાબે જુઓ તો શેર સ્ટોક એક્સચેન્જો પર 24.7 ટકાના પ્રીમિયમની સાથે 67 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube