54 રૂપિયાથી 110 રૂપિયાને પાર પહોંચ્યો આ શેર, 7 દિવસમાં તોફાની તેજી
ઈલેક્ટ્રિકલ કેબલ બનાવનારી કંપની પ્લાઝા વાયર્સના શેર 5 ટકાની તેજીની સાથે 112.86 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર સતત સાત દિવસથી અપર સર્કિટ પર છે. આઈપીઓમાં કંપનીના શેર 54 રૂપિયા પર મળ્યા હતા.
નવી દિલ્હીઃ એક નાની કંપની પ્લાઝા વાયર્સ બજારમાં ઉતરવાની સાથે ધમાલ મચાવી રહી છે. બજારમાં ઉતરવા સાથે કંપનીના શેર સતત અપર સર્કિટ પર છે. ઈલેક્ટ્રિકલ કેબલ્સ બનાવનારી કંપની પ્લાઝા વાયર્સના શેર સોમવારે 5 ટકાની અપર સર્કિટની સાથે 112.86 રૂપિયા પર પહોંચી ગયા છે. સતત સાતમાં દિવસે પ્લાઝા વાયર્સના શેર અપર સર્કિટ પર છે. પ્લાઝા વાયર્સ ઈલેક્ટ્રિકલ કેબલ્સ સિવાય ફેન, ઇમર્સન હીટર અને આયરન બનાવે છે.
54 રૂપિયામાં આવ્યો હતો આઈપીઓ
પ્લાઝા વાયર્સનો આઈપીઓ 51થી 54 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર આવ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેર 54 રૂપિયામાં મળ્યા હતા. કંપનીના શેર 12 ઓક્ટોબર 2023ના 84 રૂપિયા પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના દિવસે કંપનીના શેર 80.23 રૂપિયા પર બંધ થયા હતા. લિસ્ટિંગ બાદ પ્લાઝા વાયર્સના શેર સતત અપર સર્કિટ પર છે. કંપનીના શેર 23 ઓક્ટોબરે 112.86 રૂપિયા પર પહોંચી ગયા છે. આ કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ છે. પ્લાઝા વાયર્સના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 75 રૂપિયા છે.
આ પણ વાંચોઃ દિવાળી પહેલા સોનું મોંઘુ થયું, આ સપ્તાહે ₹1300 નો વધારો, જાણો શું છે નવી કિંમત
આશરે 161 ગણો સબ્સક્રાઇબ થયો હતો આઈપીઓ
પ્લાઝા વાયર્સનો આઈપીઓ કુલ 160.97 ગણો સબ્સક્રાઇબ થયો હતો. કંપનીના આઈપીઓનો રિટેલ ક્વોટા 374.81 ગણો સબ્સક્રાઇબ થયો હતો. તો આઈપીઓમાં નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સનો ક્વોટા 388.09 ગણો સબ્સક્રાઇબ થયો હતો. પ્લાઝા વાયર્સના પબ્લિક ઈશ્યૂની ટોટલ સાઇઝ 71.28 ગણી હતી. કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 29 સપ્ટેમ્બરે ઓપન થયો હતો અને 5 ઓક્ટોબરે બંધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube