PM Kisan: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના (PMKSN) લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. યોગી સરકાર 12 લાખ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) આપવા જઈ રહ્યા છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગી રહ્યા છો તો કિસાન કાર્ડ માટે એપ્લાય કરી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડમાટે એપ્લાય કરવાની રીત ખુબજ સરળ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 લાખ ખેડૂતોને ઇશ્યૂ કરશે કિસાન ક્રેડિટ કાર્ડ
12 લાખ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) ઈશ્યૂ કરવા માટે ઉત્તર પ્રદેશ સરકાર (UP Government) અને કેન્દ્ર સરકાર વચ્ચે કરાર થયો છે. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર (Central Government) આ વિશે આદેશ જારી કરશે. વર્તમાનમાં ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan Samman Nidhi) યોજનાના કુલ 2.43 કરોડ લાભાર્થીઓ છે. તેમાથી 1.53 કરોડ કિસાનો પાસે છે, જ્યારે લગભગ 90 લાખ કિસાનોએ આ માટે અરજી પણ કરી છે.


આ પણ વાંચો:- SCAM જોઈને ઘણાંને જાગ્યો છે શેરબજારમાં રસ, શેરમાર્કેટને સમજો સરળ શબ્દોમાં


કિસાન ક્રેડિટ કાર્ડ વિશે જાણો
આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત સરકારે ખાસ અભિયાન શરૂ કરી 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ સરહદના 2.5 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવાની જાહેરાત કરી. ફેબ્રુઆરી 2020 થી કેન્દ્ર સરકાર કિસાનોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે અભિયાન શરૂ કરી રહ્યા છે. જેમ કે નામથી જ જાણી શકાય છે કે આ એક પ્રકારનું ક્રેડિટ કાર્ડ છે. જેના દ્વારા કિસાનની પાસે પૈસા નથી તો તે તેનો ઉપયોગ કરી ખાતર, બીજ અને અન્ય જરૂરી ચીજો ખરીદી શકે છે. સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ ખુબજ ઓછું લે છે. તે લગભગ 2 થી 4 ટકાની વચ્ચે હોય છે. જો કે, તેનો ફાયદો ત્યારે છે જ્યારે કિસાન હપ્તો સમય પર ચૂકવે છે. કિસાન ક્રેડિટ કાર્ડને પીએમ-કિસાન સન્માન નિધિ સ્કીમથી લિંક કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો:- PM Kisan: 1.6 કરોડ ખેડૂતોને મળશે 7 માં હપ્તાના પૈસા, આ રીતે ચેક કરો લિસ્ટ


કિસાન ક્રેડિટ કાર્ડ માટે આવેદન


  1. પીએમ કિસાન યોજનાની ઓફિસિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.

  2. આ સાઈટથી કિસાન ક્રેડિટ કાર્ડનું ફોર્મ ડાઉનલોડ કરો.

  3. આ ફોર્મ ભરો, જેમાં તમારે તમારી કૃષિ યોગ્ય જમીનના દસ્તાવેજ, પાકની જાણકારી આપવાની રહેશે.

  4. તમારે આ પણ જણાવવું પડશે કે તમારું કઈ બેંક અથવા શાખામાં કોઈ અન્ય કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યું નથી.


આ પણ વાંચો:- Budget 2021: તમે પણ સસ્તામાં ખરીદી શકો છો ઇલેક્ટ્રિક કાર! બજેટમાં થઈ શકે છે જાહેરાત


ક્યાંથી મળશે KCC


  1. આઇડી પ્રૂફ જેમ કે, વોટર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ. તેમાથી કોઈપણ એક એડ્રેસ પ્રૂફ પણ બની જશે.

  2. KCC કોઈપણ કો-ઓપરેટિવ બેંક, ક્ષેત્રીય ગ્રામિણ બેંક (RRB) પાસેથી મેળવી શકાય છે.

  3. SBI, BOI અને IDBI બેંક પાસેથી પણ આ કાર્ડ મેળવી શકાય છે.

  4. નેસનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) Rupay KCC ઇશ્યુ કરે છે.

  5. હવે બેંકોએ તેની પ્રોસેસિંગ ફિ દૂર કરી છે. જ્યારે પહેલા કેસીસી બનાવવા માટે 2 થી 5 હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો હતો.


આ પણ વાંચો:- ઈલેક્ટ્રિક વાહનોના ઉદ્યોગને પ્રોત્સાહન આપવા બજેટમાં થઈ શકે છે આ ખાસ જોગવાઈ


કિસાન ક્રેડિટ કાર્ડ માટે યોગ્યતા
કિસાન ક્રેડિટ કાર્ડનો ફાયદો કિસાનો સાથે સાથે પશુપાલન અને ફિશરીઝ સાથે જોડાયેલા લોકોને પણ થયા છે. તેમને પણ KCC દ્વારા 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે. એટલે કે, ખેતી-કિસાન, ફિશરીઝ અને પશુપાલન સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તી, ભલે તે બીજા વ્યક્તિની જમીન પર ખેતી કરતો હોય, તેનો ફાયદો ઉઠાવી શકે છે. તેના માટે વ્યક્તીની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 75 વર્ષ હોવી જોઇએ. ખેડૂતની ઉંમર 60 વર્ષથી વધારે હોય તો એક કો-અપ્લીકેન્ટ પણ હોવો જરૂરી છે.


આ પણ વાંચો:- Virat Kohli થી Sourav Ganguly સુધી આ ક્રિકેટર્સે Startups માં લગાવ્યા કરોડો, જુઓ આ રહ્યું લિસ્ટ


KCC માટે જરૂરી દસ્તાવેજ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે હકદાર કોણ છે, તેના માટે એક સિસ્ટમ છે. જ્યારે કોઈ આ ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરે છે તો તેનું આવકનો રેકોર્ડ જોવામાં આવશે, કે આવેદન કરનાર ખેડૂત છે અથવા નથી. આવેદકને પોતાનું પાન કાર્ડ, આધાર કાર્ડ આપવાનું રહેશે. આવેદકને એક એફિડેવિટ પણ કરાવવાનું રહેશે જેમાં સ્વીકાર કરવાનું રહેશે કે, તેની અન્ય કોઈ બેંકમાં કોઇપણ લોન બાકી નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube