UPI Payments: PM Modi એ યૂપીઆઇના વધતા જતા ચલણ પર કહી આ વાત, જાણી લો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં ડિજિટલીકરણ માટે સતત પ્રયાસરત રહ્યા છે જેના લીધે દેશભરમાં ધીમે-ધીમે ડિજિટલ સર્વિસિઝ વધી રહી છે. ભારતમાં થઇ રહેલા યૂનિફાઇડ પેમેંટ્સ ઇન્ટરફેસ એટલે યૂપીઆઇ અને ડિજિટલ લેણદેણના આંકડા જોઇએ તો પીએમ મોદીનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. પીએમએ પોતે યૂપીઆઇ ડિજિટલ પેમેન્ટ પર વાત કહી છે.
PM Modi On UPI Payment: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં ડિજિટલીકરણ માટે સતત પ્રયાસરત રહ્યા છે જેના લીધે દેશભરમાં ધીમે-ધીમે ડિજિટલ સર્વિસિઝ વધી રહી છે. ભારતમાં થઇ રહેલા યૂનિફાઇડ પેમેંટ્સ ઇન્ટરફેસ એટલે યૂપીઆઇ અને ડિજિટલ લેણદેણના આંકડા જોઇએ તો પીએમ મોદીનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે. પીએમએ પોતે યૂપીઆઇ ડિજિટલ પેમેન્ટ પર વાત કહી છે.
પીએમ મોદીએ કહી મોટી વાત
પ્રધાનમંત્રીએ ડિજિટલ પેમેન્ટ પર ખુશી વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું 'મેં મોટાભાગે યૂપીઆઇ અને ડિજિટલ લેણદેણ વિશે વાત કહી છે. તમે યૂપીઆઇ લેણદેણના વધતા જતા ચલણ પર પોતાની વાત અસરકારક રીતે રાખવા માટે ડેટા સોનિફિકેશનનો સહારો લીધો છે. મને ખરેખર પસંદ આવ્યો. આ ખૂબ જ રોચક, પ્રભાવશાળી અને સ્પષ્ટરૂપથી જાણકારી આપનાર છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં @indianpixels ને ટેગ પણ કર્યું છે.
એક વર્ષમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા
પીએમ મોદીએ યૂપીઆઇ પેમેન્ટની પ્રશંસા કરી છે. જો તમે પણ ડિજિટલ પેમેન્ટના આંકડા જોશો તો પ્રશંસા કર્યા વિના રહી શકશો નહી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI) એ ડિજિટલ પેમેન્ટના આંકડા જાહેર કર્યા છે. એનપીસીઆઇના આંકડા અનુસાર માર્ચ 2022 માં યુપીઆઇ દ્રારા 9,60,581.66 કરોડ રૂપિયાની લેણદેણ થઇ છે. જ્યારે માર્ચ 2021 માં યૂપીઆઇ દ્રારા કુલ 5,04,886.44 કરોડ રૂપિયાની લેણદેણ થઇ હતી. એટલે કે ગત વર્ષના મુકાબલે આ આ વર્ષે આ આંકડો 90.25 ટકા વધુ છે.
વોલ્યૂમની દ્રષ્ટિએ 98 ટકા વધારો
એનપીસીઆઇ તરફથી આપવામાં આંકડા અનુસાર ફક્ત એક વર્ષમાં યૂપીઆઇ લેણદેણ વોલ્યૂમના હિસાબથી લગભગ 98 ટકા વધારો થયો છે. 2022 માર્ચમાં યૂપીઆઇ દ્રારા 540.56 કરોડ લેણદેણ થઇ જ્યારે માર્ચ 2021 માં આ 273.16 કરોડ હતો. એટલે કે આ વર્ષમાં ડિજિટલ લેણદેણનો આંકડો 97.89 ટકા વધ્યો છે. જો ફેબ્રુઆરી પર નજર કરીએ તો આ વર્ષે ફેબ્રુઆરીમાં યૂપીઆઇ દ્રાર કુલ 452.74 કરોડ લેણદેણ થઇ, જ્યારે જાન્યુઆરી 2022 માં આ 461.71 કરોડ હતો. અત્યારે દેશભરની 313 બેંક યૂપીઆઇ વડે લેણદેણની સુવિધા આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube