PM મોદીએ મહિલાઓને આપી ભેટ, બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા 1 હજાર કરોડ રૂપિયા
મહિલાઓને આ રકમ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ હસ્તાંતરિત કરવામાં આવી છે. મિશનનો ઉદ્દેશ્ય મહિલાઓને કૌશલ્ય અને સંસાધનોની સાથે પ્રોત્સાહન આપવાનો છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગભગ 16 લાખ મહિલાઓના બેન્ક એકાઉન્ટમાં આશરે 1 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ મહિલાઓ સ્વયં સહાયતા સમૂહની છે. મહિલાઓને આ રકમ દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ હસ્તાંતરિત કરવામાં આવી છે. મિશનનો ઉદ્દેશ્ય મહિલાઓને કૌશલ્ય અને સંસાધનોની સાથે પ્રોત્સાહન આપવાનો છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે દીનદયાળ અંત્યોદય યોજના દ્વારા દેશભરમાં મહિલાઓને સેલ્ફ હેલ્પ ગ્રુપ અને ગ્રામીણ સંગઠનોથી જોડવામાં આવી રહી છે. પીએમે આગળ કહ્યુ કે, મહિલા સ્વયં સહાયતા સમૂહની બહેનોમાં આત્મનિર્ભર ભારત અભિયાનની ચેમ્પિયન માનુ છું. આ સ્વયં સહાયતા સમૂહ, હકીકતમાં રાષ્ટ્ર સહાયતા સમૂહ છે.
આ પણ વાંચો- આજે જ પત્નીના નામે આ સ્પેશિયલ ખાતું ખોલાવો, દર મહિને મળશે '44,793' રૂપિયા, જાણો કઈ રીતે
આ સિવાય કન્યા સુમંગલ યોજના હેઠળ એક લાખથી વધુ લાભાર્થીઓને 20 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. કન્યા સુમંગલા પર પીએમ મોદીએ કહ્યુ કે, આ યોજના ગામ-ગરીબ માટે, દીકરીઓ માટે વિશ્વાસનું મોટું માધ્યમ બની રહી છે. આ સાથે પીએમ મોદીએ 202 ટેક હોમ રાશન પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, તેનાથી સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને આવક પણ થશે અને ગામના કિસાનોને પણ લાભ થશે. આ સશક્તિકરણનો તે પ્રયાસ છે જે યૂપીની મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે.
બેંક સખીઓ પર શું બોલ્યા
પ્રધાનમંત્રીએ કહ્યું કે યુપી સરકારે બેંક સખીઓ પર લગભગ 75 હજાર કરોડ રૂપિયા લેવાની જવાબદારી સોંપી છે. મોટાભાગની બેંક મિત્રો એવી બહેનો છે જેમની પાસે પોતાનું બેંક એકાઉન્ટ નહોતું, પરંતુ આજે આ મહિલાઓના હાથમાં ડિજિટલ બેંકિંગની શક્તિ આવી ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube