ટેક્સ સિસ્ટમમાં સુધાર, કરદાતાઓને મળ્યા આ 3 મોટા અધિકાર, જાણો તેના વિશે
જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન `Transparent Taxation Honoring the Honest` મંચની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ અસેસમેન્ટ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે.
નવી દિલ્હી: જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે પારદર્શક કરવેરા-પ્રમાણિકનું સન્માન 'Transparent Taxation Honoring the Honest' મંચની શરૂઆત કરી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આ પ્લેટફોર્મ 21મી સદીની ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ અસેસમેન્ટ અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. અત્રે જણાવવાનું કે આ નવા ટેક્સ પ્લેટફોર્મ હેઠળ કરદાતાને ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સ પેયર્સ ચાર્ટર, ફેસલેસ અપીલની સુવિધા મળશે. આ સાથે જ હવે ટેક્સ ચૂકવવામાં સરળતા રહેશે. ટેક્નોલોજીની મદદથી લોકો પર ભરોસો વ્યક્ત કરી શકાશે. તેમણે કહ્યું કે તેમાં કેટલીક સુવિધાઓ અત્યારથી લાગુ કરવામાં આવી છે જ્યારે ફેસલેસ અપીલની 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયમાં અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે, આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રમાણિકનું સન્માન થશે. એક ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઈ રહેલી નવી વ્યવસ્થાઓ, નવી સુવિધાઓ મિનિમમ ગવર્મન્ટ મેક્સિમમ ગવર્નન્સને આગળ વધારે છે. તેમણે કહ્યું કે તેનાથી સરકારનો હસ્તક્ષેપ ઓછો થશે.
સોચ અને અપ્રોચ બંનેમાં ફેરફાર થયો
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં ચાલી રહેલા Structural Reformsનો સિલસિલો આજે એક નવા પડાવ પર પહોંચ્યો છે. તેમણે કહ્યું કે ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટ, 21મી સદીના ટેક્સ સિસ્ટમની નવી વ્યવસ્થાનું આજે લોકાર્પણ કરાયું છે. આ પ્લેટફોર્મમાં ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયલ ચાર્ટર જેવા મોટા રિફોર્મ્સ છે. ટેક્સપેયર્સ ચાર્ટર પણ દેશની વિકાસ યાત્રામાં ખુબ મોટું પગલું છે. તેમણે કહ્યુ કે પહેલા મજબૂરીમાં લેવાયેલા નિર્ણયોને રિફોર્મનું નામ અપાતું હતું. હવે સોચ અને અપ્રોચ બંનેમાં ફેરફાર આવ્યો છે.
ફેસલેસ, ફિયરલેસનેસ , ફેરનેસવાળી સિસ્ટમ
પીએમ મોદીએ કહ્યું કે હવે ટેક્સેશન સિસ્ટમ ફેસલેસ થઈ રહી છે. આ સિસ્ટમ ટેક્સપેયરને નિષ્પક્ષતા અને એક ભરોસો આપનારી છે. ફેસલેસ અસેસમેન્ટ, ટેક્સપેયર ચાર્ટર આજથી લાગુ થઈ ગયા છે. જ્યારે ફેસલેસ અપીલની સુવિધા 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી સમગ્ર દેશભરના નાગરિકો માટે શરૂ થશે. તેમણે કહ્યું કે હવે ટેક્સ સિસ્ટમ ભલે ફેસલેસ થઈ રહી છે. પરંતુ ટેક્સપેયરને તે ફેરનેસ અને ફિયરલેસનેસનો વિશ્વાસ આપનાર છે.
દુનિયામાં ભારતની છબી બદલાઈ રહી છે
પીએમ મોદીએ કહ્યું કે દેશનો ઈમાનદાર ટેક્સપેયર રાષ્ટ્રનિર્માણમાં મોટી ભૂમિકા નિભાવે છે. જ્યારે દેશના ઈમાનદાર ટેક્સપેયર્સનું જીવન સરળ બને છે, તે આગળ વધે છે ત્યારે દેશનો પણ વિકાસ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ દોઢ હજાર કાયદા અમારી સરકારે ખતમ કર્યા છે. એટલું જ નહીં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેન્કિંગમાં પણ ભારત 134માં સ્થાનથી 63માં સ્થાન પર આવી ગયું છે. કોરોના દરમિયાન રેકોર્ડ FDI આવવું તેનું ઉદાહરણ છે.
હવે ટેક્સપેયર્સને મળશે સન્માન
પીએમ મોદીએ કહ્યુ કે હવે ટેક્સપેયરસાથે યોગ્ય, વિનમ્ર અને તર્કસંગત વ્યવહાર થશે. એટલે કે આવકવેરા વિભાગે હવે ટેક્સપેયરની ડિગ્નિટીનો, સંવેદનશીલતા સાથે ધ્યાન રાખવું પડશે. હવે ટેક્સપેયરની વાત પર વિશ્વાસ કરવો પડશે. ડિપાર્ટમેન્ટ તેને કોઈ પણ આધાર વગર શકની નજરે જોઈ શકશે નહીં. તેમણે કહ્યું કે ટેક્સપેયર્સે ટેક્સ એટલા માટે આપવાનો છે કારણ કે તેનાથી દેશ ચાલે છે અને સરકારની પણ જવાબદારી છે કે તે ટેક્સપેયરની પાઈ પાઈનો સદઉપયોગ કરે. જ્યારે કરદાતાને સુરક્ષા અને સુવિધા બંને મળી રહી છે તો ટેક્સપેયર્સે પણ વધુ જાગૃત રહેવું જોઈએ.
વધુ વિગતો માટે જુઓ VIDEO
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube