નવી દિલ્હી: લોકડાઉન 5 (Lockdown 5) શરૂ થતાં જ કેટલાક સારા સમાચાર તમારા માટે આવવા લાગ્યા છે. તાજેતરમાં જ બે મોટી સરકારી બેંકો દ્વારા વ્યાજ દર (Intrest Rate) રેટ ઘટાડ્યા બાદ હવે દેશની બીજી સૌથી મોટી પંજાબ નેશનલ બેંક (PNB)એ પોતાના વ્યાજદરમાં ઘટાડાની જાહેરાત કરી છે. પંજાબ નેશનલ બેંક (PNB)એ ગ્રાહકોને એકદમ ઓછા વ્યાજદરમાં હોમલોન (Home Loan) અને ઓટો લોન (Auto Loan) આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એકદમ ઓછો થયો વ્યાજ દર
બીજી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)એ લોન પર રેપો રેટ સાથે સંકળાયેલા વ્યાજ 0.40 ટકા સસ્તું કરવાની સોમવારે જાહેરાત કરી હતી. હવે આ વ્યાજ દર 7.05 ટકાથી ઓછું થઇને 6.65 ટકા થઇ જશે. 


જાણકારોનું કહેવું છે કે ઘર અથવા કાર ખરીદવાનો પ્લાન બનાવી રહેલા લોકો માટે આ દર ઘણા ઓછા છે. હવે લોન પર ઓછા વ્યાજ દરનો સીધો ફાયદો ગ્રાહકોને મળવાનો છે. બેંકેએ એક નિવેદનમાં કહ્યું કે આ ઉપરાંત તમામ મેચ્યોરિટી પિરિયડની લોન માટે માર્જીનલ કોસ્ટ આધારિત વ્યાજ દર (એમસીએલઆર)માં 0.15 ટકા ઓછું કરવામાં આવ્યું છે. 


બેંકએ બચત ખાતાઓ પર વ્યાજ દરને પણ 0.50 ટકા ઘટાડીને 3.25 ટકા કરી દીધું છે. બેંકએ કહ્યું કે સુધારેલા દર એક જુલાઇથી લાગૂ થશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત અઠવાડિયે બેંક ઓફ બરોડા અને યૂકો બેંકએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube