Monthly Income Plan: નિવૃત્તિ બાદ નિયમિત માસિક આવક મેળવવી સરળ નથી. પરંતુ જો તમે તમારા કામકાજી વર્ષ દરમિયાન સમજદારીથી રોકાણ કરો તો આ સંભવ થઈ શકે છે. જો તમે યોગ્ય યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો છો તો નિવૃત્તિ બાદ પણ માસિક આવક મેળવી શકો છો. પોસ્ટ ઓફિસ હેઠળ આવનારી સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) એક સ્મોલ સેવિંગ સ્કીમ છે. તમારી નિવૃત્તિ બાદની યોજના માટે આ સારો વિકલ્પ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમના ફાયદા
જો તમે સીનિયર સિટીઝન છો તો તેમાં એક સાથે પૈસા જમા કરી શકો છો. તમને દર મહિને 20,000 રૂપિયા સુધી મળી શકે છે. આ યોજનામાં તમે 8.2 ટકા વ્યાજ મેળવી શકો છો. SCSS યોજનાનો મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે. આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ ભારતીય નાગરિક તેમાં એક સાથે પૈસા જમા કરી શકે છે. આ યોજનામાં મહત્તમ રોકાણની મર્યાદા 30 લાખ રૂપિયા છે, જે પહેલાં 15 લાખ હતી.


આ પણ વાંચોઃ હવે પેટ્રોલ નહીં ગાડીમાં આ નવું ઈંધણ ભરાવો, 1 લીટર પર બચશે આટલા રૂપિયા, જાણો વિગત


આટલું કરી શકો રોકાણ
જો તમે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને દર વર્ષે લગભગ 2,46,000 રૂપિયાનું વ્યાજ મળશે. જો તમે આ રૂપિયાની મહિને ગણતરી કરો તો દર મહિને લગભગ 20,500 રૂપિયા મળશે.


કોણ કરી શકે છે રોકાણ
આ યોજના હેઠળ તે લોકો જે પોતાની ઈચ્છાથી નિવૃત્ત થાય છે, જેની ઉંમર 55થી 60 વર્ષ વચ્ચે છે, તે આ ખાતું ખોલાવી શકે છે. જે લોકો આ યોજનામાં સામેલ થવા ઈચ્છે છે, જે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકે છે. આ યોજના હેઠળ મળનાર પૈસા પર ટેક્સ પણ આપવો પડશે. સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ નિવૃત્તિ બાદ નિયમિત માસિક આવક માટે એક ફાયદાકારક અને સુરક્ષિત વિકલ્પ સાબિત થઈ શકે છે. તમે આ યોજનાના બધા નિયમો અને શરતો સમજી તેમાં રોકાણ કરો.