હવે પેટ્રોલ નહીં ગાડીમાં આ નવું ઈંધણ ભરાવો, 1 લીટર પર બચશે આટલા રૂપિયા, દર મહિને થશે મહાબચત!

દેશની અંદર હવે લગભગ દરેક કંપનીઓ ફ્લેક્સ ફ્યૂલને સપોર્ટ કરનારી ટૂ-વ્હીલર લોન્ચ કરી ચૂકી છે. ફ્લેક્સ ફ્યૂલને સરળ શબ્દોમાં સમજો તો પેટ્રોલમાં મિથેનોલ અથવા ઇથેનોલન મિક્સ કરી તૈયાર કરવામાં આવે છે.

હવે પેટ્રોલ નહીં ગાડીમાં આ નવું ઈંધણ ભરાવો, 1 લીટર પર બચશે આટલા રૂપિયા, દર મહિને થશે મહાબચત!

નવી દિલ્હીઃ દેશની અંદર હવે લગભગ દરેક ઓટો કંપનીઓ ફ્લેક્સ ફ્યૂલને સપોર્ટ કરનાર ટૂ-વ્હીલર લોન્ચ કરી ચૂકી છે. ફ્લેક્સ ફ્યૂલ એટલે કે એવું ઈંધણ જેમાં પેટ્રોલમાં મિથેનોલ કે ઇથેનોલ મિક્સ કરી તૈયાર કરવામાં આવે છે. આવનારા દિવસોમાં E20 ને E50 માં પરિવર્તિત કરવામાં આવશે. E20 પેટ્રોલનું એક ફોર્મેટ છે. જે પેટ્રોલની તુલનામાં સસ્તું હોય છે. E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે. 2025 સુધી તેની માત્રા ડબલ કરવાનો પ્લાન ચાલી રહ્યો છે. ઇથેનોલ મિક્સ પેટ્રોલ બજારમાં લાવનારી જિયો-બીપી દેશની પ્રથમ કંપની છે. E20 પેટ્રોલ જિયો-બીપીના કેટલાક પેટ્રોલ પંપ પર મળવાનું શરૂ થઈ ગયું છે.

શું હોય છે E20 ફ્યૂલ?
એથિલ આલ્કોહોલ કે ઇથેનોલ (C2H5OH) એક જૈવ ઈંધણ છે જે સ્વાભાવિક રૂપથી સુગરને ફર્મેટિંગ કરી બનાવવામાં આવે છે. અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવા માટે આ જૈવ બળતણને પેટ્રોલ સાથે મિશ્રિત કરવા માટે ભારતે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ શરૂ કર્યો છે. E20 માં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ કરવામાં આવે છે. E20 માં નંબર 20 એ ગેસોલિન મિશ્રણમાં ઇથેનોલના પ્રમાણને દર્શાવે છે. એટલે કે જેટલો આંકડો વધારે હશે તેટલું પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારે હશે. આગામી દિવસોમાં તેનો રેશિયો 50:50 થઈ જશે.

1 લીટર E20 પેટ્રોલની કિંમતનું ગણિત
જિયો-બીપીએ E20 પેટ્રોલ તૈયાર કર્યું છે, તેમાં 80 ટકા પેટ્રોલ અને 20 ટકા ઇથેનોલ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત આશરે 96 રૂપિયા પ્રતિ લીટર છે. એટલે કે 96 રૂપિયા પ્રમાણે 80 ટકા પેટ્રોલની કિંમત 76.80 રૂપિયા થાય છે. આ રીતે ઇથેનોલની કિંમત 55 રૂપિયા પ્રતિ લીટર સુધી છે. એટલે કે 55 રૂપિયા પ્રમાણે 20 ટકા ઇથેનોલની કિંમત 11 રૂપિયા થાય છે. એટલે કે એક લીટર E20 પેટ્રોલમાં 76.80 રૂપિયાનું નોર્મલ પેટ્રોલ અને 11 રૂપિયાનું ઇથેનોલ સામેલ છે. આ રીતે એક લીટર E20 પેટ્રોલની કિંમત 87.80 રૂપિયા થાય છે. એટલે કે નોર્મલ પેટ્રોલની તુલનામાં 8.20 રૂપિયા સસ્તું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news