Post Office Small Saving Scheme: પોસ્ટ ઓફિસની પાસે ઘણી સ્મોલ સેવિંગ સ્કીમ છે, જેના પર ગેરેન્ટેડ રિટર્ન મળે છે. પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમોમાં રિટર્નની સાથે લોનની સર્વિસ પણ મળે છે. પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ (Post Office Recurring Deposit)પર ગેરેન્ટેડ રિટર્નની સાથે લોન પણ લઈ શકો છો. આરડી દ્વારા દર મહિને થોડા પૈસા બચાવી દર મહિને જમા કરી શકો છો, જેના પર પહેલાથી નક્કી વ્યાજ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટ ઓફિસ RD પર લઈ શકો છો લોન
ગ્રાહક પોસ્ટ ઓફિસ આરડી એકાઉન્ટ પર લોન લઈ શકે છે. જો તમે પોસ્ટ ઓફિસમાં ખોલાવેલી આરડી પર લોન લેવા વિશે વિચારી રહ્યાં છો તો 12 હપ્તા ભરેલા હોવા જરૂરી છે. એટલે કે તમારી આરડી એક વર્ષ પૂરી હોવી જરૂરી છે. પોસ્ટ ઓફિસથી આરડી એકાઉન્ટ હોલ્ડરને તેના એકાઉન્ટમાં રહેલા બેલેન્સના 50 ટકા સુધીની લોન મળી શકે છે. લોનના અમાઉન્ટને એક સાથે કે હપ્તામાં ચુકવી શકાય છે. પોસ્ટ ઓફિસથી લેવામાં આવેલી આ લોનને આરડીના વ્યાજદરથી 2 ટકા વધુ વ્યાજદર ચુકવવું પડશે. માની લો કે તમારી આરડી પર 6.3 ટકા વ્યાજ મળી રહ્યું છે તો લોન માટે વ્યાજદર 8.3 ટકા આપવો પડશે. 


આ પણ વાંચોઃ કોઈએ ₹2 લાખ કરોડ, કોઈએ ₹38000 કરોડ... અંબાણી, અદાણી, ટાટાએ ગુજરાત માટે ખોલી તિજોરી


RD પર કઈ રીતે લઈ શકો છો લોન
આરડી એકાઉન્ટ પર લોન લેવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં જઈને પાસબુકની સાથે લોન લેવા માટે એક ફોર્મ જરૂર ભરવું પડશે. તમામ ઔપરાચિકતાઓ પૂરી થયા બાદ તમને પોસ્ટ ઓફિસમાંથી લોન મળી જશે. 


પોસ્ટ ઓફિસની આરડી પર કેટલું વ્યાજ મળે છે
દર મહિને 5000 રૂપિયાની આરડીમાં એક વર્ષમાં 60000 રૂપિયા અને પાંચ વર્ષમાં કુલ 3 લાખનું રોકાણ કરશો. તમને મેચ્યોરિટી પર 3,56,830 રૂપિયા મળશે. જો તમે દર મહિને 3000 રૂપિયાનું રોકાણ આરડીમાં કરો છો તો એક વર્ષમાં 36000 નું રોકાણ કરશો. પાંચ વર્ષમાં તમારી રકમ 1.80 લાખ રૂપિયા થશે. પોસ્ટ ઓફિસ આરડી કેલકુલેટર પ્રમાણે નવા વ્યાજદરમાં તમને 34097 રૂપિયા વ્યાજ તરીકે મળશે. 


આ પણ વાંચોઃ 66 રૂપિયાના શેર પર 37 રૂપિયાનો ફાયદો, 11 જાન્યુઆરીએ ઓપન થશે આ કંપનીનો આઈપીઓ


પોસ્ટ ઓફિસની સ્કીમ પર વ્યાજદર
વર્ષની આરડીઃ 6.7 ટકા
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રઃ 7.7 ટકા
કિસાન વિકાસ પત્ર 7.5 ટકા
પીપીએફઃ 7.1 ટકા
સુકન્યા સમૃદ્ધિ ખાતુંઃ 8.2 ટકા
વરિષ્ઠ નાગરિક બચત યોજનાઃ 8.2 ટકા
મંથલી ઇનકમ સ્કીમઃ 7.4 ટકા 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube