IPO: 66 રૂપિયાના શેર પર 37 રૂપિયાનો ફાયદો, 11 જાન્યુઆરીએ ઓપન થશે આ કંપનીનો આઈપીઓ

New Swan Multitech IPO Details: ન્યૂ સ્વાન મલ્ટીટેક કંપનીના આઈપીઓમાં 66 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ સામે 50 ટકાથી વધુના નફાનો સંકેત મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર હાઈ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.
 

IPO: 66 રૂપિયાના શેર પર 37 રૂપિયાનો ફાયદો, 11 જાન્યુઆરીએ ઓપન થશે આ કંપનીનો આઈપીઓ

નવી દિલ્હીઃ New Swan Multitech IPO: ન્યૂ સ્વાન મલ્ટીટેક (New Swan Multitech)નો આઈપીઓ 11 જાન્યુઆરીએ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ પાંચ દિવસ ખુલો રહેશે. ન્યૂ સ્વાન મલ્ટીટેકનો આઈપીઓ 11થી 15 જાન્યુઆરી સુધી સબ્સક્રિપ્શન માટે ઓપન રહેશે. 

ન્યૂ સ્વાન મલ્ટીટેકના આઈપીઓ સાથે જોડાયેલી 10 વાતો
- કંપનીના આઈપીઓની સાઇઝ 33.11 કરોડ રૂપિયા છે.
- તેની પ્રાઇઝ બેન્ડ 62થી 66 રૂપિયા રાખવામાં આવી છે.
- તેના એક લોટમાં 2000 શેર હશે.
- ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા એક લોટ માટે રોકાણ કરવું પડશે.
- 2000 શેરના એક લોટ માટે ઓછામાં ઓછા 1 લાખ 32 હજાર રૂપિયા રોકવા પડશે.
- આઈપીઓમાં શેરનું એલોટમેન્ટ 16 જાન્યુઆરીએ થશે.
- કંપનીના આઈપીઓમાં 17 જાન્યુઆરીએ રિફંડ જારી કરવામાં આવશે.
- BSE અને NSE પર શેરનું લિસ્ટિંગ 18 જાન્યુઆરીએ થશે.
- ન્યૂ સ્વાન મલ્ટીટેકનો આઈપીઓ સંપૂર્ણ રીતે ફ્રેશ ઈશ્યૂ છે.

ન્યૂ સ્વાન મલ્ટીટેકનો  GMP શું છે?
ન્યૂ સ્વાન મલ્ટીટેકનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 37 રૂપિયા પર ચાલી રહ્યું છે. જેનાથી સારા લિસ્ટિંગના સંકેત મળી રહ્યાં છે. કંપનીના આઈપીઓમાં 66 રૂપિયાની પ્રાઇઝ બેન્ડ પર 37 રૂપિયા જીએમપી ચાલી રહ્યો છે, જેથી શેરનું લિસ્ટિંગ 103 રૂપિયા પર થવાની આશા છે. કંપની આ ભાવ પર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે તે 56 ટકાના પ્રીમિયમ પર લિસ્ટિંગ થઈ શકે છે. 

આઈપીઓમાં કોના માટે કેટલા શેર રિઝર્વ
ન્યૂ સ્વાન મલ્ટીટેકના આઈપીઓમાં ક્યૂઆઈબી માટે 50 ટકા શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. એનઆઈઆઈ માટે 15 ટકા શેર અને રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. 

શું કરે છે કંપની
ન્યૂ સ્વાન મલ્ટીટેક એક ઓટોમોટિવ કંપની છે, જે તેની સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ બનાવે છે. ન્યૂ સ્વાન ફાઇન બ્લેન્ક, શીટ મેટલ પાર્ટ્સ અને સબ-એસેમ્બલીના લીડિંગ મેન્યુફેક્ચર્સમાંથી એક છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news