Regular Income Schemes: આજના સમયમાં રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. લોકો વધુ જોખમ લઈને લોન્ગ ટર્મ કરતા શોર્ટ ટર્મમાં પૈસા કમાવવા વિશે વિચારે છે. જો કે, મોટાભાગના લોકો એવા છે જેઓ ઓછા રિસ્ક સાથે લોન્ગ ટર્મ માટે રોકાણ કરવાનું પસંદ કરે છે. અહીં કેટલાક એવા વિકલ્પો છે, જેમાં તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરીને નિયમિત આવક કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોક્સ, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, રિયલ એસ્ટેટ અને નિવૃત્તિ યોજનાઓ લોન્ગ ટર્મ માટે વધુ લોકપ્રિય છે. આ ઉપરાંત, તમે લાંબા ગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ અને ઇક્વિટી ફંડમાં પણ નાણાંનું રોકાણ કરી શકો છો. ચાલો જાણીએ કે લાંબા ગાળે રોકાણના વિકલ્પો..


પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) એક એવું રોકાણ છે જે તમને નિયમિત આવક આપી શકે છે. તે કેન્દ્ર સરકારની સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ ચલાવવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ તેમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં 7.4 ટકા વ્યાજ મળે છે અને વ્યક્તિ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકે છે. તમે જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે.


આ પણ વાંચો:
અતીક-અશરફ મર્ડર કેસ પાછળ છે મોટું કાવતરું! આ 5 વાતો કરે છે ઈશારો
અમદાવાદીઓ નવુ ઘર લેતા પહેલા ચેક કરી લેજો, ક્યાંક તમારુ મકાન તો આવું ઢચુપચુ નથી ને
ગણેશજી આજે આ 4 રાશિ પર રહેશે મહેરબાન, મકર રાશિવાળાની માથે આવી શકે છે મુસીબત


સરકારી લાંબા ગાળાના બોન્ડ અથવા ગોલ્ડ બોન્ડ
આવા બોન્ડ સરકાર દ્વારા ભંડોળ ઊભું કરવા માટે જારી કરવામાં આવે છે, જેના હેઠળ ચોક્કસ સમયગાળા માટે રોકાણ કરી શકાય છે અને સરકાર દ્વારા તેના પર વ્યાજ પણ ચૂકવવામાં આવે છે. તે ગેરેન્ટીડ રિટર્ન આપે છે. બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝીટની સરખામણીમાં આ એક સારો વિકલ્પ છે. ફિક્સ્ડ રેટ બોન્ડ્સ, સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGB), ઇન્ફ્લેશન-ઇન્ડેક્સ્ડ બોન્ડ્સ, PSU બોન્ડ્સ અને ઝીરો-કૂપન બોન્ડ્સ વગેરેમાં રોકાણ કરી શકાય છે.


માસિક આવક યોજના મ્યુચ્યુઅલ ફંડ
માસિક આવક યોજના એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણનો એક પ્રકાર છે, જે ઇક્વિટી ફંડમાં રોકાણ કરે છે. આ સ્કીમમાં તમે રિ-ઇન્વેસ્ટમેન્ટ સિવાય નફો અને આવક મેળવી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ દ્વારા નિયમિત આવક મેળવવા માટે સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાનનો ઉપયોગ કરવો એ વધુ સારો વિકલ્પ છે.


રિયલ એસ્ટેટમાં રોકાણ
તમે વધુ ભંડોળ માટે રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરી શકો છો. લાંબા ગાળે, આ રોકાણ તમને સારું ભંડોળ આપી શકે છે. આ સિવાય તમે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી PPF, રિટાયરમેન્ટ ફંડ EPF અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ જેવી સ્કીમમાં પણ રોકાણ કરી શકો છો.


આ પણ વાંચો:
17 એપ્રિલે ગુરુ-ચંદ્રની યુતિના કારણે સર્જાશે ગજકેસરી રાજ યોગ, 4 રાશિને થશે લાભ
48 કલાકમાં પલટી મારશે આ લોકોનું ભાગ્ય, ધનના દાતા શુક્ર કરશે યુવા અવસ્થામાં પ્રવેશ
AC વાપરતાં હોય તો ન કરતા આ 5 ભૂલ, 99 ટકા લોકો તો જાણતાં પણ નથી આ જરૂરી વાત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube