નવી દિલ્હી: Post Office Senior Citizen Savings Scheme (SCSS): પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે ઘણી મોટી નફાકારક યોજનાઓ ચલાવે છે. તેમાં તમામ ઉંમરના લોકો માટે યોજનાઓ છે. જો તમે પણ સુરક્ષિત રોકાણ કરવા માંગો છો, તો તમારી પાસે માત્ર થોડા વર્ષોમાં લાખોપતિ બનવાની તક છે. આજે અમે તમને 'પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ' વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને 7.4 ટકાના દરે વ્યાજ મળે છે. એટલે કે, સરળ રોકાણ સાથે તમે માત્ર 5 વર્ષમાં 14 લાખ રૂપિયાનું વિશાળ ભંડોળ બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ
સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizens Savings Scheme - SCSS) માં ખાતું ખોલવા માટે તમારી વય મર્યાદા 60 વર્ષ હોવી જોઈએ. આ યોજનામાં માત્ર 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જ ખાતું ખોલાવી શકે છે. આ સિવાય જે લોકોએ VRS એટલે કે Voluntary Retirement Schem લીધી છે, તે લોકો પણ આ યોજનામાં ખાતું ખોલાવી શકે છે.


5 લાખ રૂપિયાની ઇનકમનો જોરદાર બિઝનેસ! સરકાર આપે છે 85 ટકા સબસિડી, જાણો ડિટેલ


5 વર્ષમાં આ રીતે મળી શકે છે 14 લાખથી વધારે
જો તમે સિનિયર સિટીઝન સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષના 7.4 ટકા (ચક્રવૃદ્ધિ) ના વ્યાજ દરના હિસાબથી 5 વર્ષ બાદ એટલે કે મેચ્યોરિટી પર રોકાણકારોને કુલ રમક 14,28,964 રૂપિયા મળશે એટલે કે 14 લાખ રૂપિયાથી વધુ. અહીં તમને વ્યાજ તરીકે 4,28,964 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે.


માત્ર હજાર રૂપિયામાં ખુલશે ખાતું?
આ યોજનામાં ખાતું ખોલવા માટે ઓછામાં ઓછી રકમ 1000 રૂપિયા છે. આ સિવાય, તમે આ ખાતામાં વધુમાં વધુ 15 લાખ રૂપિયાથી વધુ રાખી શકતા નથી. આ સિવાય, જો તમારું ખાતું ખોલવાની રકમ એક લાખ રૂપિયાથી ઓછી છે, તો તમે રોકડ ચૂકવીને પણ ખાતું ખોલી શકો છો. તે જ સમયે, એક લાખ રૂપિયાથી વધુનું ખાતું ખોલવા માટે, તમારે ચેક આપવો પડશે.


અનુપમા અને અનુજ એકબીજામાં એટલા ડૂબી ગયા કે ન રહ્યો હોશ! પછી એવું કંઈક થયું કે... જુઓ વીડિયો


મેચ્યોરિટી પીરિયડ
SCSS ની મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષ છે, પરંતુ જો રોકાણકાર ઈચ્છે તો આ સમય મર્યાદા પણ વધારી શકાય છે. ઈન્ડિયા પોસ્ટ વેબસાઈટ મુજબ, તમે મેચ્યોરિટી પછી આ યોજનાને 3 વર્ષ માટે લંબાવી શકો છો. આ વધારવા માટે, તમારે પોસ્ટ ઓફિસમાં જઈને અરજી કરવી પડશે. SCSS હેઠળ, એક ડિપોઝિટર ઇન્ડીવિઝ્યુઅલી અથવા પતિ/પત્નીની સાથે જોઈન્ટમાં એકથી વધુ એકાઉન્ટ પણ રાખી શકો છે. પરંતુ બધા મળીને મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ 15 લાખથી વધુ ન હોઈ શકે. ખાતું ખોલવા અને બંધ કરતી વખતે નોમિનેશન ફેસિલિટી ઉપલબ્ધ છે.


ટેક્સમાં મળશે છૂટ
ટેક્સની વાત કરીએ તો, જો SCSS હેઠળ તમારી વ્યાજની રકમ વાર્ષિક રૂ. 10,000 થી વધી જાય, તો તમારો TDS કાપવાનું શરૂ થાય છે. જો કે, આ યોજનામાં રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube