અનુપમા અને અનુજ એકબીજામાં એટલા ડૂબી ગયા કે ન રહ્યો હોશ! પછી એવું કંઈક થયું કે... જુઓ વીડિયો

ટીવી શો 'અનુપમા' (Anupama) માં તાજેતરમાં પ્રેમના ફૂલ ખીલી રહ્યા છે. અનુપમાના મનમાં હવે ધીરે ધીરે અનુજ માટે ખાસ ફીલિંગ જોવા મળી રહી છે અને આ વાતની જાણકારી તેણે હાલમાં જ શેર કરેલા વીડિયોમાં જોવા મળી રહી છે.

Updated By: Nov 28, 2021, 01:02 PM IST
અનુપમા અને અનુજ એકબીજામાં એટલા ડૂબી ગયા કે ન રહ્યો હોશ! પછી એવું કંઈક થયું કે... જુઓ વીડિયો

નવી દિલ્હી: ટીઆરપીના લિસ્ટમાં જો કોઈ શોએ લાંબા સમયથી પોતાનો કબ્જો જમાવી રાખ્યો છે તો તે છે અનુપમા (Anupama). આ શોમાં જે રીતે એક મહિલાના જીવનમાં આવનારા ફેરફાર દેખાડવામાં આવી રહ્યા છે લોકોને તે ઘણા પસંદ આવી રહ્યા છે. એક સામાન્ય મહિલા કેવી રીતે પોતાની હિંમત અને વિચારોથી ખાસ બની જાય છે અને તેની કહાની છે 'અનુપમા' (Anupama).

અનુપમાના મનમાં ખીલ્યો પ્રેમ
વનરાજથી છૂટાછેડા લીધા બાદ અનુપમા (Anupama) તેના માટે નવો માર્ગ શોધી રહી છે અને હવે તેની આ યાત્રામાં તેનો ખાસ મિત્ર અનુજ પણ જોડાઈ ગયો છે. અનુજ પહેલા જ તેના પ્રેમને વ્યક્ત કરી ચૂક્યો છે કે તે 26 વર્ષથી અનુપમાને પ્રેમ કરી રહ્યો છે પરંતુ અનુપમાના મનમાં એવું કંઈપણ નથી. હવે ધીરે ધીરે અનુપમાના મનમાં પણ પ્રેમનું બીજ રોપાઈ રહ્યું છે અને તે અનુજ માટે ખાસ ફીલિંગ અનુભવ કરવા લાગી છે.

અમદાવાદ એરપોર્ટ પર બન્યું પ્રિ-પેઈડ રીક્ષા બુથ, ખાનગી રીક્ષા ચાલકોના વિરોધ એંધાણ

એક-બીજાની આંખોમાં ખોવાયા અનુજ-અનુપમા
હાલમાં જ અનુપમાનો રોલ નિભાવનાર રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અનુજની આંખોમાં એવી ખોવાઈ જાય છે કે તેને કોઈપણ વાતનો હોશ નથી. જો કે, રૂપાલી ગાંગુલીએ આવું ટ્રેન્ડિંગ રીલ બનાવવા માટે પણ કર્યું છે. આ વીડિયોમાં રૂપાલીની સાથે તેનો કો-એક્ટર ગૌરવ ખન્ના પણ જોવા મળી રહ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

બા-બાપુજીની એનિવર્સરીની ઉજવણી
સિરિયલમાં આ દિવસોમાં તમે જોઈ રહ્યા છો કે અનુપમા (Anupama) ની ફ્રેન્ડ દેવિકા તેના મનમાં અનુજ કાપડિયા પ્રત્યેના પ્રેમને અનુભવશે. તે ફરી એકવાર અનુપમાને સમજાવશે કે જો તેને અનુજ માટે પ્રેમ છે, તો તેણે તેને ચિંતાનું નામ ન આપવું જોઈએ. પરંતુ અનુપમા આ વાતને નકારશે. અનુપમા, વનરાજ અને બાળકો સામે બા અને બાપુજીની 50 મી એનિવર્સરી પર તેમના બીજા લગ્નની ઈચ્છા વ્યક્ત કરશે. દરેકને તેનો આ પ્લાન ગમશે પણ કાવ્યા આ બાબતે વનરાજ સાથે લડશે. આ પછી વનરાજ તેને ઠપકો પણ આપશે. તો જોવાનું એ રહેશે કે કાવ્યા હવે આ એનિવર્સરીને યોગ્ય રીતે ઉજવવા દેશે કે નહીં?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube