Pradhanmantri Free Silai Machine Yojana news: સરકાર દ્વારા હાલ એવી અનેક યોજનાઓ ચાલી રહી છે જે નાગરિકોએ જાણવી જરૂરી છે. આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, ઓપરેશન ગ્રીન યોજના, મત્સ્ય સંપદા યોજના, વિવાદથી વિશ્વાસ યોજના અને પ્રધાનમંત્રી કુસુમ યોજના જેવી અનેક યોજનાઓનો લાભ લોકોને મળી રહ્યો છે. આવામાં મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન યોજના (Free Silai Machine Yojana) ચલાવવામાં આવી રહી છે. આ યોજના અનેક રીતે મહિલાઓ માટે ખુબ ફાયદાકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ જરૂરિયાતવાળી મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. મહિલાઓ સિલાઈ મશીનથી પૈસા કમાઈને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. આ મશીન એક રીતે મહિલાઓને રોજગાર આપવાનું કામ કરે છે. ગરીબ મહિલાઓને સરકાર દ્વારા વિના મૂલ્યે સિલાઈ મશીન આપવાનું કામ થાય છે. જેની મદદથી મહિલાઓ પોતાના પરિવારને આર્થિક મદદ કરી શકે છે. 


આ રીતે ઉઠાવી શકો છો યોજનાનો ફાયદો
ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજી કરનારી મહિલાઓની ઉંમર 20થી 40 વર્ષની હોવી જોઈએ. આ ઉંમરની મહિલાઓ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત યોજનાનો લાભ ઉઠાવવા માંગતી મહિલાઓના પતિની વાર્ષિક આવક 12000 રૂપિયાથી વધુ હોવી જોઈએ નહીં. આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે જ સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. 


SMALL BUSINESS: 2 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 1 લાખ રૂપિયાની કમાણી


અરજી કરવા માટે આ બાબતોનું ધ્યાન રાખો
ભારત સરકારની અધિકૃત વેબસાઈટ પર જઈને મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે. વેબસાઈટથી અરજીપત્રક ડાઉનલોડ કરીને તેમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. બધી જાણકારી ભર્યા બાદ દસ્તાવેજોની કોપીને તમારા અરજીફોર્મ સાથે જોડી યોજના ચાલતી હોય તેવા નજીકના સરકારી કાર્યાલયમાં જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ સરકાર તરફથી અપાયેલી જાણકારીની તપાસ થશે. તમામ જાણકારીઓ યોગ્ય જણાતા તમારા ઘરે સરકાર તરફથી ફ્રી સિલાઈ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. 


Business opportunity: AMUL સાથે બિઝનેસ શરૂ કરો, મહિને 10 લાખ રૂપિયા કમાણી કરો, જાણો પૂરેપૂરી ડિટેલ


અરજી કરતા પહેલા આ દસ્તાવેજો ચેક કરી લો
- પરિવારનું આવક પ્રમાણપત્ર
- ઓળખ પત્ર
- જો મહિલા વિકલાંગ હોય તો વિકલાંગતાનું ચિકિત્સા પ્રમાણપત્ર
- જો મહિલા વિધવા હોય તો તેનું નિરાશ્રિત વિધવા પ્રમાણપત્ર
- સિલાઈ કાર્યનું પ્રમાણપત્ર
- સામુદાયિક પ્રમાણપત્ર
- અરજીકર્તા મહિલાનું આધાર કાર્ડ
- ઉંમરનું પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube