નવી દિલ્લીઃ દેશ અને દુનિયાભરમાં હવે મોટાભાગના તમામ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા થયા છે. આ સ્થિતિમાં ભારતમાં પોસ્ટ પેઈડની સરખામણીએ હજુ પણ પ્રિ-પેઈડ ગ્રાહકોની સંખ્યા ખુબ જ વધારે છે. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આવા કરોડો ગ્રાહકોને મોટી રાહત આપી છે.


આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



આ BBPS શું છે?
BBPS એ બિલ ચુકવણીની એકીકૃત સિસ્ટમ છે, જે ગ્રાહકોને ઓનલાઇન તેમજ એજન્ટોના નેટવર્ક દ્વારા ઓફલાઇન બિલ ચુકવણીની સેવા પ્રદાન કરે છે. BBPS એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) હેઠળ કાર્ય કરે છે.


એક સમયે કોરોના જેવી મહામારીને ખતમ કરવા માટે બાદશાહે શરૂ કરાવી હતી ચાટ, જાણો ચટપટી ચાટનો અટપટો ઈતિહાસ


RBI એ શું કહ્યું?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ કહ્યું હતું કે, ભારત બિલ ચુકવણી સિસ્ટમ (BBPS) ના અવકાશને વિસ્તૃત કરતા તેમાં બિલર તરીકે મોબાઇલ પ્રી-પેઇડ રિચાર્જની (Mobile prepaid recharge) સુવિધા પણ ઉમેરવામાં આવશે. તેનાથી દેશમાં પ્રિ-પેઇડ ફોન સર્વિસના કરોડો યુઝર્સને મદદ મળશે. ઉલ્લેખનીય છેકે, સપ્ટેમ્બર 2019 માં BBPS ના કાર્યક્ષેત્ર અને અવકાશને વિસ્તૃત કરવા, તેના ભાગ રૂપે પાત્ર સહભાગીઓ તરીકે (મોબાઇલ પ્રીપેઇડ રિચાર્જ સિવાય) તમામ કેટેગરીના બિલર્સ ઉમેરવામાં આવ્યા હતા.


કેમ ભારતીય સ્ત્રીઓ પહેરે છે નાકમાં નથણી? જાણો માન્યતાથી લઈ ફેશન બન્યા સુધીની નથણીની કહાની


પહેલાં શું નિયમ હતો?
પહેલા BBPS દ્વારા બીલ ભરવાની સુવિધા ફક્ત પાંચ સેગમેન્ટમાં ઉપલબ્ધ હતી. જેમાં ડાયરેક્ટ ટુ હોમ (DTH), વીજળી, ગેસ, ટેલિકોમ અને પાણીનો સમાવેશ થાય છે. એક પરિપત્રમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, વિવિધ બિલર કેટેગરીમાં નિયમિત વધારા સાથે મોબાઇલ પ્રી-પેઇડ ગ્રાહકોને રિચાર્જ માટે વધુ વિકલ્પો પ્રદાન કરવાના વિચાર સાથે, BBPS ની બિલર કેટેગરીમાં ‘મોબાઇલ પ્રીપેઇડ રીચાર્જ’ નો સમાવેશ કરવામાં આવશે.


Taarak Mehta...ની આ એકટ્રેસનું ફિગર જોઈ બોયફ્રેન્ડથીના રહેવાયું, ફર્સ્ટ ડેટ પર જ સેક્સ કરવા કર્યો ફોર્સ, પછી બન્યુ એવું...


ભારતમાં પ્રિ-પેઈડ ફોન સેવાના 110 કરોડથી વધુ યુઝર્સઃ
ભારતમાં ડિસેમ્બર 2020 સુધીમાં પ્રિપેઇડ ફોન સેવાના 110 કરોડ યુઝર્સ હતા. જેમાં સતત વધારો થઈ રહ્યો છે. તેથી એ ગ્રાહકોની કેર લેવી એ સૌથી જરૂરી છે. રિઝર્વ બેંકે કહ્યું કે તેનો અમલ 31 ઓગસ્ટ અથવા તે પહેલાં કરવામાં આવશે. 


શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો, તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કેવી રીતે...

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube