AGRICULTURE NEWS: હવે ખેડૂતોને સરકાર આપવા જઈ રહી છે નવા ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડી, કઈ તારીખ સુધી કરી શકાશે અરજી
Tractor Subsidy: આ માટે ખેડૂતોએ ડ્રો રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી 2023 સુધીમાં કરાવવાનું રહેશે. ખેડૂતો તેમની ડ્રો રજીસ્ટ્રેશન ફીની રકમ રૂ. 10,000 જમા કરાવીને ભાગ લઈ શકે છે. ખેડૂતોએ આ ફી પોર્ટલ થકી જ જમા કરાવવાની રહેશે. જે ખેડૂત પોર્ટલ પર ફી જમા નહીં કરાવે, તેમની અરજી રદ કરવામાં આવશે.
Agriculture Scheme: ખેડૂતોને મજબૂત બનાવવા માટે સરકારે દેશભરમાં અનેક એવી યોજનાઓ શરૂ કરી છે. જો કે આ યોજનામાં સરકારે અનુસૂચિત જાતિના ખેડૂતોના મજબૂત બનાવવા માટે માટે એક મોટી પહેલ કરી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે વર્ષ 2022-23 માટે SB-89 યોજના હેઠળ સરકાર ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે. આ માટે ખેડૂતોએ ડ્રો રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરી 2023 સુધીમાં કરાવવાનું રહેશે. ખેડૂતો તેમની ડ્રો રજીસ્ટ્રેશન ફીની રકમ રૂ. 10,000 જમા કરાવીને ભાગ લઈ શકે છે. ખેડૂતોએ આ ફી પોર્ટલ થકી જ જમા કરાવવાની રહેશે. જે ખેડૂત પોર્ટલ પર ફી જમા નહીં કરાવે, તેમની અરજી રદ કરવામાં આવશે.
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...
જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માગે છે, તેમણે 'મેરી ફસલ મેરા બ્યોરા' પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અરજી કરતી વખતે ફેમિલી આઈડી કાર્ડ, બેંક ખાતાની વિગતો, સક્ષમ અધિકારી થકી જારી કરાયેલ અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર, બાંયધરી, પાન નંબર અને આધાર નંબર અપલોડ કરવાનો રહેશે..ડ્રો માં પસંદ કરેલ ખેડૂતો માન્ય ઉત્પાદકો અથવા ડીલરો પાસેથી તેમની પસંદગીનું ટ્રેક્ટર ખરીદી શકે છે. સરકાર ખેડૂતના હિસ્સાની સબસિડીની રકમ બેંકમાં મૂકશે જેમાંથી ખેડૂત તેના ટ્રેક્ટર પર લોન લેશે.
આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો: Mukesh Ambani એ ખરીદી કંપની: એક જ મહિનામાં આ શેરના ભાવ થઈ ગયા ડબલ
કેટલી સબસિડી આપવામાં આવશે
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની આ યોજના હેઠળ, 35 એચપીથી વધુના ટ્રેક્ટર પર ખેડૂતોને પ્રતિ ટ્રેક્ટર રૂ.3,00,000 અથવા ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. આ માટે જો લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ આવશે તો જિલ્લા કક્ષાની કારોબારી સમિતિ દ્વારા ઓનલાઈન ડ્રો થકી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube