નવી દિલ્હી: હૈદરાબાદ સ્થિત ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની Pure એ ePluto 7G ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત 78,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ઈ-સ્કૂટરને માત્ર એક વેરિઅન્ટ અને 6 રંગોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. Pure EV નું ePluto 7G 1500W ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલું છે. Pure EV લિથિયમ-આયન બેટરી પણ બનાવે છે. ePluto 7G એ 60 કિમી/કલાકની ટોચની ઝડપ સાથે કંપનીનું સૌથી મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. સિંગલ ચાર્જ પર આ સ્કૂટરને 90-120 કિમી સુધી ચલાવી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવું EV બજાજ ચેતકનું હમશક્લ
Pure EV નાની સાઇઝની 60V 2.5kW બેટરી સાથે આવે છે જે ઘરે બેઠા પણ સરળતાથી ચાર્જ કરી શકાય છે. દેખાવમાં નવું EV બજાજ ચેતકનું હમશક્લ છે જે ક્રોમ-ફિનિશ્ડ મિરર્સ સાથે વેસ્પા જેવું રાઉન્ડ હેડલેમ્પ ધરાવે છે. સ્કૂટરની અન્ય વિશેષતાઓમાં 5-ઇંચની LCD ડિસ્પ્લે, LED હેડલેમ્પ્સ, સ્માર્ટ લોક સાથે એન્ટી-થેફ્ટ એલાર્મનો સમાવેશ થાય છે. ePluto 7G નું કુલ વજન 76 કિલો છે અને તેની બેટરી ચાર્જ કરવામાં કુલ 4 કલાકનો સમય લાગે છે. ePluto 7G માં આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક છે.


5 મહિનાના ટોચ પર મોંઘવારી, સામાન્ય માણસને લાગશે મોટો ઝટકો! જાણો નવેમ્બરમાં શું હાલ હશે


2,838 રૂપિયાના નો કોસ્ટ EMI
ઇલેક્ટ્રિક સ્કૂટરના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. આ ePluto ને 2,838 રૂપિયાના નો કોસ્ટ EMI પર ખરીદી શકાય છે. આ કિંમત સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં Okinawa Praise અને Ampere Magnus Pro સાથે સ્પર્ધા કરશે. તમને જણાવી દઈએ કે આ ઈલેક્ટ્રિક બ્રાન્ડની શરૂઆત આઈઆઈટી હૈદરાબાદ કેમ્પસથી કરવામાં આવી હતી અને અહીં કંપનીની રિસર્ચ ફેસિલિટી પણ સ્થાપિત કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube