Indian Railways ની તમામ ટ્રેનો 1 એપ્રિલથી પાટા ઉપર દોડશે! ટ્રેનની ડિમાન્ડને જોતા મળી શકે છે લીલી ઝંડી
Indian Railways ના મુસાફરો માટે સારા સમાચાર છે. 1 એપ્રિલથી તમામ ટ્રેનો પાટા પર દોડવા લાગશે. ZEE News ને મળેલી એક્સક્લૂઝિવ જાણકારી અનુસાર ભારતીય રેલવે 1 એપ્રિલ 2021 થી તમામ ટ્રેનો ફરી શરૂ કરી શકે છે
નવી દિલ્હી: Indian Railways ના મુસાફરો માટે સારા સમાચાર છે. 1 એપ્રિલથી તમામ ટ્રેનો પાટા પર દોડવા લાગશે. ZEE News ને મળેલી એક્સક્લૂઝિવ જાણકારી અનુસાર ભારતીય રેલવે 1 એપ્રિલ 2021 થી તમામ ટ્રેનો ફરી શરૂ કરી શકે છે. તેના માટે રેલવેએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
1 એપ્રિલથી પાટા પર દોડશે તમામ ટ્રેન?
29 માર્ચના હોળીનો તહેવાર આવી રહ્યો છે. જેમાં ટ્રેનોની ભારે ડિમાન્ડ હોય છે. તેથી મુસાફરોને ટ્રેન માટે મારામારી ન કરવી પડે. રેલવે 1 એપ્રિલથી તમામ ટ્રોનો પાટા પર ઉતારી શકે છે. તેમાં જનરલ, શતાબ્દી અને રાજધાની તમામ પ્રકારની ટ્રેનો શરૂ કરવામાં આવશે. સૂત્રોનું આ કહેવું છે કે, કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં જોતા રેલવે તમામ ટ્રોનો શરૂ કરવાની મંજૂરી આપી શકે છે.
આ પણ વાંચો:- TMC ને ચૂંટણી ટાણે મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ રાજ્યસભામાં કરી રાજીનામાની જાહેરાત
અત્યારે 65 ટકા ટ્રેન ચાલી રહી છે
અત્યાર સુધી કોરના મહામારીને જોતા રેલવે 65 ટકા પેસેન્જર ટ્રેનો શરૂ કરી છે. તેમાં મેલ અને એક્સપ્રેસ બંને પ્રકારની ટ્રોનો સામેલ છે. રેલવેના આ પગલાથી લગભગ તમામ સબ-અર્બન અથવા મેટ્રો ટ્રેનો પણ પાટા પર પરત ફરશે. મુંબઇમાં શુક્રવાર એટલે કે 29 જાન્યુઆરીથી 95 ટકા લોકલ ટ્રેનોની સેવાઓ શરૂ થઈ ગઇ છે. જો કે, ટ્રેનોની સંખ્યા તો દી રહી છે પરંતુ સામાન્ય લોકોને તેમાં મુસાફરી માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.
આ પણ વાંચો:- Mamata Banerjee નો 'હંબા-હંબા, રંબા-રંબા...તુંબા-તુંબા' Video વાયરલ, Memes જોઈને પેટ પકડીને હસશો
હાલ મુંબઇમાં વેસ્ટર્ન રેલવે રૂટ પર 704 લોકલ ટ્રેનો ચાલી રહી છે. જેમાં 3.95 લાખ મુસાફર મુસાફરી કરી રહ્યા છે. ત્યારે સેન્ટ્રલ રેલવે રૂટ પર 706 લોકલ ટ્રેન ચાલી રહી છે જેમાં લગભગ 4.57 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube