આ કેફેમાં કામ કરે છે મૂક-બધિર યુવાનો, PM મોદીની આ યોજનાથી મળશે રોજગાર
વડાપ્રધાન નરેંદ્ર મોદીએ યુવાનોને સ્વરોજગાર સાથે જોડવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. આજે આ યોજનાથી હજારો લોકોએ પોતાનો સ્વરોજગાર શરૂ કર્યો છે અને લાખો લોકોને રોજગાર મળી રહ્યો છે.
રાયપુર: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ યુવાનોને સ્વરોજગાર સાથે જોડવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત કરી હતી. આજે આ યોજનાથી હજારો લોકોએ પોતાનો સ્વરોજગાર શરૂ કર્યો છે અને લાખો લોકોને રોજગાર મળી રહ્યો છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી પ્રેરિત થઇને રાયપુરના કોમર્સ ગ્રેજ્યુએટ એક નવયુવાને પોતાને સ્વાલંબી બનાવવાની સાથે દિવ્યાંગ (ડીફ એફ ડંબ) યુવાનોને રોજગારી પુરી પાડવાના હેતુથી એક કેફે શરૂઆત કરી. ત્રણ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલા કેફેમાં આજે 14 દિવ્યાંગ યુવા કામ કરે છે.
બજારમાં હોઇ શકે છે 2000, 500, 200 રૂપિયાની નકલી નોટ, આ રીતે કરો અસલી નોટની ઓળખ
છત્તીસગઢની રાજધાની રાયપુરના રહેવાસી ઇરફાને સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશે સાંભળ્યું અને તેની જાણકારી એકઠી કરી. ઇરફાનને ખબર પડી કે સ્ટાર્ટઅપ સાથે જોડાઇને તે બીજાની નોકરી કરવાના બદલે પોતાને સ્વરોજગાર શરૂ કરીને ઉદાહરણ બની શકે છે. ઇરફાને પોતાની બચતમાં એક 'ટપરી' નામથી કેફે શરૂ કર્યું. આ કેફેની ખાસ વાત એ છે કે તેમાં ઇરફાને ફક્ત સાંભળવા અને બોલવામાં અસક્ષમ યુવાનોને જોડ્યા. નવા વિચાર સાથે શરૂ કરવામાં આવેલા કેફેમાં ફક્ત દિવ્યાંગ યુવાનો જ કામ કરે છે અને નવયુવાન એક એક્સપર્ટની માફક ગ્રાહક સાઇન લેંગ્વેજ (સાંકેતિક ભાષા) કરે છે. ઇરફાને એવા નવયુવાનોને સ્કિલ્ડ કરવા માટે પહેલાં પોતાને યૂટ્યૂબ વડે સાઇન લેગ્વેંજ શીખી અને દિવ્યાંગ યુવાનોને ટ્રેનિંગ આપી.
2019 ના અંત સુધી આવી શકે છે આર્થિક મંદી, જાણિતા ઇકોનોમિસ્ટે જાહેર કરી ચેતાવણી
'ટપરી'ની ચર્ચા ચારેયબાજુ
આજે ઇરફાનના આ અનોખા સ્ટાર્ટઅપની ચર્ચા ચારેય તરફ છે. તેના આ અનોખા કેફેમાં ગ્રાહકોની ભીડ રહે છે. સાથે દિવ્યાંગ નવયુવાનોને પણ તેમની પાસે આશાનું એક કિરણ દેખાઇ રહ્યું છે. ઇરફાને જણાવ્યું કે દિવ્યાંગ લોકોમાં સામાન્ય લોકોથી વધુ ટેલેન્ટ હોય છે. તેમણે જણાવ્યું કે આવા લોકોની સાથે કામ કરીને તેમને હંમેશા એક નવો અનુભવ મળે છે. અહીં ગ્રાહક પોતાના ભોજનનો ઓર્ડર બોલીને નહી પરંતુ લખીને આપે છે. અહીં બધા લોકો બૂટ-ચંપલ ઉતારીને ભોજન કરે છે અને ભોજ ખુરશી પર બેસીને નહી પરંતુ આરામથી પગવાળીને બેસીને ભોજન કરે છે.
PAN કાર્ડમાં નામ ખોટું છપાયું હોય તો ઘરે બેઠા સુધારો, આ છે તેના સરળ 4 STEPS
ટપરી એટલે મનોરંજનનો ફૂડ અડ્ડો
ઇરફાને જણાવ્યું કે દુનિયાની નજરમાં સ્પેશિયલ લોકો ભલે ડિસેબલ હોય, પરંતુ આ ખૂબ એબલ (સક્ષમ) છે. સમાજનો નિયમ છે કે આવા લોકોના લગ્ન પણ તે પ્રકારના સ્પેશિયલ એબિલિટીવાળા લોકો સાથે જ થાય છે. તેમનો પોતાનો પરિવાર હોય છે, પરંતુ તેના માટે રોજગાર સંસાધન ઓછા થવાના લીધે તેમને પરિવાર ચલાવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલા માટે ઇરફાને એવા લોકોને રોજગાર પુરો પાડવાનો નિર્ણય કર્યો.
SAMSUNG નો ફોલ્ડેબલ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, ફોનમાં હોઇ શકે છે 5G એન્ટીના
'ટપરી' એક એવી જગ્યાએ છે જ્યાં લોકો પોતાના પરિવાર સાથે આવે છે અને જમવાની સાથે મનોરંજન કરે છે. અહીં તે બેસીને ચેસ, કેરમ અને લૂડો રમે છે. ગીતો પણ વગાડી શકે છે. ટપરીમાં અવાર-નવાર વિદ્યાર્થીઓના ગ્રુપ આવે છે અને કલાકો સુધી બેસીને મનોરંજન કરે છે.