SAMSUNG નો ફોલ્ડેબલ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, ફોનમાં હોઇ શકે છે 5G એન્ટીના

SAMSUNG નો ફોલ્ડેબલ સ્માર્ટફોન આ તારીખે થશે લોન્ચ, ફોનમાં હોઇ શકે છે 5G એન્ટીના

સેમસંગે આ સમાચાર પરથી પડદો ઉઠાવતાં સોમવારે કહ્યું હતું કે તે આગામી 20 ફેબ્રુઆરીએ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સમારોહ સેન ફ્રાન્સિકોમાં હશે. સેમસંગે પોતાના સત્તાવાર ટ્યૂબ ચેનલ પર આગામી ગેલેક્સી એસ 10 સ્માર્ટફોન માટે એક વીડિયો ટીઝર અપલોડ કર્યો જેમાં લખ્યું હતું કે ''મોબાઇલનું ભવિષ્ય 20 ફેબ્રુઆરી, 2019ને સમાપ્ત થઇ જશે. જોકે સેમસંગે ડિવાઇસ વિશે સ્પષ્ટ રૂપથી કંઇપણ ઉલ્લેખ કર્યો નથી, પરંતુ એમ માનીને ચાલી શકાય કે સેમસંગ તે દિવસે ગેલેક્સી S10 સાથે 'ગેલેક્સી F' અથવા 'ગેલેક્સી ફ્લેક્સ' લોન્ચ કરશે.

નવેમ્બરમાં કરી હતી જાહેરાત
કોરિયાઇ ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ ગત નવેમ્બરમાં આયોજિત સેમસંગના ડેવલોપર્સ સંમેલનમાં એક ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની પોતાની યોજનાની જાહેરાત કરી હતી. ગત વર્ષની ઇવેંટમાં કોહના હવાલેથી કહેવામાં આવ્યું હતું કે કંપનીનો ટાર્ગેટ ઓછામાં ઓછા એક લાખ ફોલ્ડેબલ ગેલેક્સી સ્માર્ટફોન પુરા પાડવાનો છે અને કંપની 'બજારના સમર્થનના આધારે પોતાના ફોલ્ડેબલ ડિવાઇસીસનું પ્રોડ્કશન વોલ્યૂમ વધારી શકે છે.

સ્માર્ટફોનની ધીમી માંગ
સેમસંગ અને અન્ય સ્માર્ટફોન નિર્માતા સ્માર્ટફોનની ધીમી માંગને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે દુનિયાભરના ઉપયોગકર્તા પોતાના ઉપકરણોને અપગ્રેડ કરવા માટે વધુ સમય સુધી રાહ જુએ છે. ફોલ્ડેબલ સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ પર કોઇ વાત કરવામાં આવી નથી. જોકે તેમાં ટોપ ઓફ ધ લાઇન સ્નૈપડ્રેગન 855 પ્રોસેસર, 10 જીબી રેમ હોઇ શકે છે. 

સ્માર્ટફોનમાં હોઇ શકે છે 5G એંટીના
અનુમાન છે કે તેમાં 5G એંટીના પણ હોઇ શકે છે. લાઇવમિંટના સમાચાર અનુસાર, સેમસંગ ચાર ગેલેક્સી S10 વેરિએન્ટ- S10, S10 પ્લસ, S10e (અથવા S10 લાઇટ) અને S10 સ્પેશિયલ એડિશન પણ લોન્ચ છે. વિશેષ વર્જન સેમસંગ ફિલીપીંસના પ્રી-ઓર્ડર પેજ પર જોવા મળ્યું હતું. પ્રી-ઓર્ડર પેજનું કહેવું છે કે ગેલેક્સી એસ 10ને 15 માર્ચના રોજ ફિલીપીંસમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news