2019 ના અંત સુધી આવી શકે છે આર્થિક મંદી, જાણિતા ઇકોનોમિસ્ટે જાહેર કરી ચેતાવણી
Trending Photos
નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી પોલ ક્રુગમેને આર્થિક મંદીની ચેતાવણી આપી છે. તેમણે આર્થિક નીતિઓ બનાવનારાઓ વચ્ચે તૈયારીઓની ખોટનો હવાલો આપતાં 2019ના અંત અથવા પછી આગામી વર્ષ વૈશ્વિક મંદી આવવાની 'ખૂબ આશંકા' છે.
ક્રુગમેને દુબઇમાં વર્લ્ડ ગર્વનમોટ શિખર સંમેલનમાં કહ્યું કે આ વાતની સંભાવના ઓછી છે કે કોઇ 'એક મોટી વસ્તુ'થી આર્થિક સુસ્તી આવે. તેમણે કહ્યું કે ઘણા આર્થિક ઉતાર-ચઢાવ અથવા સમસ્યાઓથી આર્થિક મંદીની સંભાવના વધી જશે.
મંદી આવવાની ઘણી આશંકાઓ
ક્રુગમેને કહ્યું કે ''મારું માનવું છે કે આ વર્ષના અંત અથવા આગામી વર્ષે મંદી આવવાની ખૂબ આશંકાઓ છે.' જાણિતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે 'સૌથી મોટી ચિંતા એ છે કે જો મંદી આવી જાય તો તેનો પ્રભાવી રીતે જવાબ આપવામાં અમે સક્ષમ હોતા નથી. અમારી પાસે કોઇ સુરક્ષા તંત્ર નથી. તેમણે ભાર આપતાં કહ્યું કે કેંદ્વીય બેંકની પાસે મોટાભાગે બજારમાં ઉતાર-ચઢાવથી બચવા માટે સાધનોની ઉણપ છે. જોખમ માટે ખૂબ તૈયારી ઓછી છે.
અર્થશાસ્ત્રીએ કહ્યું કે વેપાર યુદ્ધ અને સંરક્ષણવાદના બદલે નીતિગત એજેંડા ભારે રહે છે, જોકે આ મુદ્દાઓ પરથી ધ્યાન હટી રહ્યું છે અને સંસાધનોને દૂર કરી રહ્યા છે. શું આ અમારી વાસ્તવિક પ્રાથમિકતાઓ હોવી જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે