Rakesh Jhunjhunwala ના ફેવરિટ સ્ટોક પર બ્રોકરેજનો દાવ, મળી શકે છે 52% નું રિટર્ન
Rakesh Jhunjhunwala portfolio stock SAIL: બ્રોકરેટ હાઉસ જેપી મોર્ગને સ્ટોક પર ઓવરવેટ રેટિંગ આપ્યું છે. દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં સેલમાં પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે.
JP Morgan call on SAIL share: કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) ને કારણે ગ્લોબલ માર્કેટમાં અસ્થિરતા જોવા મળી રહી છે. ભારતીય શેર બજારમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે મેટલ શેરો પર રોકાણકારોની તક બની રહી છે. તેમાંથી એક PSU શેર સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL) નો છે. બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને (JP Morgan) મેટલ શેર SAIL માં રોકાણ કરવાની સલાહ આપી છે. જેપી મોર્ગને સેલ પર 'ઓવરવેટ રેટિંગ'ની સાતે 165 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને બિલ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ના પોર્ટફોલિયોનો આ ફેવરિટ સ્ટોક છે.
SAIL: 52% રિટર્નની આશા
PSU સ્ટોક સેલના શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને મોટી કમાણી કરાવી છે. છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધી શેરનું રિટર્ન 96% રહ્યું છે. આ દરમિયાન મેમાં સેલના શેર 146 રૂપિયાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ વર્ષે અત્યાર સુધી શેરમાં 45 ટકાની તેજી જોવા મળી છે. બ્રોકરેજ ફર્મ જેપી મોર્ગને સેલ (SAIL Overweight) માં 165 રૂપિયાના ટાર્ગેટ સાથે રોકાણ કરવાની સલાહ આપી છે. 7 ડિસેમ્બરે સેલની કરન્ટ શેર પ્રાઇઝ 108 રૂપિયા પ્રતિ શેર રહી. આ રીતે કરન્ટ પ્રાઇઝથી રોકાણકારોને આગળ 57 રૂપિયા એટલે કે આશરે 53 ટકા રિટર્ન મળી શકે છે.
આ પણ વાંચોઃ સોનું ખરીદવાની તક! આટલા રૂપિયા સસ્તું થયું Gold, જાણો 22 અને 24 કેરેટના ભાવ
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL) ના શેરમાં રાકેશ ઝુનઝુનવાલાએ (Rakesh Jhunjhunwala) સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ખરીદી કરી. તેમણે સેલમાં 0.4 ટકા ભાગીદારી વધારી હતી. રાકેશ ઝુનઝુનવાલાની સેલની કુલ હોલ્ડિંગ 1.8 ટકા છે. 7 ડિસેમ્બરે કરન્સ પ્રાઇઝ પર તેની વેલ્યૂ 777.9 કરોડ રૂપિયા છે. રાકેશ ઝુનઝુનવાલાને ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે. રિટેલ રોકાણકારો તેમના પોર્ટફોલિયોને જોઈને પોતાની સ્ટ્રેટેજી બનાવે છે.
(Disclaimer અહીં શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. બજારમાં જોખમ હોય છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ જરૂર લો.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube