સોનું ખરીદવાની તક! આટલા રૂપિયા સસ્તું થયું Gold, જાણો 22 અને 24 કેરેટના ભાવ

Gold/Silver Price Today: આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું તેની રેકોર્ડ કિંમતથી 8310 સસ્તું ચાલી રહ્યું છે. તેની સાથે જ ચાંદીમાં પણ નરમી જોવા મળી રહી છે.

Updated By: Dec 7, 2021, 04:29 PM IST
સોનું ખરીદવાની તક! આટલા રૂપિયા સસ્તું થયું Gold, જાણો 22 અને 24 કેરેટના ભાવ

નવી દિલ્હી: Gold/Silver Price Today: સપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ફેબ્રુઆરી વાયદા સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 0.17 ટકા ઘટ્યા હતા, જ્યારે માર્ચ વાયદા ચાંદીના ભાવ પણ પ્રતિ કિલોગ્રામ 0.14 ટકા ઘટ્યા હતા. જો કે વૈશ્વિક બજારની વાત કરીએ તો અહીં સોનું મજબૂત છે. યુએસ ડોલર અને યુએસ ટ્રેઝરી યીલ્ડના કારણે સોનું મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.

સોના અને ચાંદીના નવા રેટ્સ (Gold Silver Price on 7 December 2021)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ પર મંગળવારના ફેબ્રુઆરી વાયદાના સોનાની કિંમત 82 રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 47,832 પ્રતિ 10 ગ્રામ પર આવી હતી. તે જ સમયે માર્ચ વાયદાની ચાંદીનો ભાવ રૂ. 78 ઘટીને રૂ. 61,192 પ્રતિ કિલોગ્રામ થયો હતો.

10 વર્ષની બાળકીએ માત્ર એક મહિનામાં કરી 1 કરોડથી વધુની કમાણી, જાણો કેવી રીતે

રેકોર્ડ હાઈ કરતાં 8310 રૂપિયા વેચાઈ રહ્યું છે સસ્તું
વર્ષ 2020 ની સરખામણી કરીએ તો ગયા વર્ષના સમાન ગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર ફ્યુચર એમસીએક્સ પર સોનું 47,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, એટલે કે તે હજુ પણ લગભગ 8310 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

Hot & Sexy દેખાવવાના ચક્કરમાં મોડલે તેનું જીવન લગાવ્યું દાવ પર, હવે કંઈક થયું એવું કે...

જાણો શું છે સોના અને ચાંદીના ભાવ (Gold Silver Price)
ઓક્ટોબરમાં ડિલિવરી માટે સોનું આજે 0.05 ટકા ઘટીને રૂ. 47,890 પ્રતિ 10 ગ્રામ પર છે. તે જ સમયે આજના કારોબારમાં ચાંદીમાં 0.8 ટકાનો ઘટાડો થયો છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 61,221 રૂપિયા છે.

Oops: હવાના એક ઝોંકાથી ઉડ્યો જાહ્નવી ડ્રેસ, શરમમાં મુકાતા એક્ટ્રેસ દોડવા લાગી

બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ
સોમવારે બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. રાજધાની દિલ્હીમાં સોનું 29 રૂપિયા વધીને 46,974 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે ચાંદી રૂ. 149 ઘટીને રૂ. 60,137 પ્રતિ કિલોગ્રામ પર આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube