ડુંગળીના ભાવ હજુ વધારે રડાવશે, સરકારે પણ હવે હાથ ઊંચા કરી દીધા
ડુંગળી(Onion Price) ના વધતા ભાવ પર હવે તો સરકાર પણ હાથ ઊંચા કરી દીધા છે. કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર રામ વિલાસ પાસવાને (Ram Vilas Paswan) કહ્યું કે ડુંગળીના વધતા ભાવો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી.
નવી દિલ્હી: ડુંગળી(Onion Price) ના વધતા ભાવ પર હવે તો સરકાર પણ હાથ ઊંચા કરી દીધા છે. કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર રામ વિલાસ પાસવાને (Ram Vilas Paswan) કહ્યું કે ડુંગળીના વધતા ભાવો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. ડુંગળીના વધતા ભાવ ક્યારે ઓછા થશે તે સવાલ પર પાસવાને કહ્યું કે તે અમારા હાથમાં નથી. મંત્રાલયના સચિવના જણાવ્યાં મુજબ 12 ડિસેમ્બર સુધીમાં વિદેશથી ડુંગળીની પહેલી ખેપ આવશે. કહેવાય છે કે 1500 મેટ્રિક ટન ડુંગળી પહેલી ખેપમાં આવવાની છે. આ રીતે કુલ 4 ખેપ ભારત આવશે. 6500 મેટ્રિક ટન ડુંગળી ઈજિપ્તથી આયાત થઈ રહી છે. 56000 મેટ્રિક ટન ડુંગળી સરકારના સ્ટોકમાં હતી જેમાંથી 50 ટકા ડુંગળી સડી ગઈ. ડુંગળી સડી જવા પાછળ મંત્રાલયના પોતાના અનેક તર્ક છે કે રાજ્યોએ સમયસર ડુંગળી ખરીદી નહીં એટલે ડુંગળી સડી ગઈ.
રાજ્યસભા: નાણામંત્રીએ કહ્યું- 'દેશમાં આર્થિક મંદી નથી', સાંભળીને વિપક્ષના સભ્યો સદનની બહાર
ઈજિપ્તથી આવશે 6090 ટન ડુંગળીને ખેપ
ઈજિપ્તથી બહુ જલદી 6090 ટન ડુંગળીની ખેપ આવવાની છે. ત્યારબાદ દેશમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આ જાણકારી કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન(Consumer Affairs, Food and Public Distribution) મંત્રાલય તરફથી આપવામાં આવી. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે વિદેશ વેપાર કરતા સાર્વજનિક ક્ષેત્રની કંપની એમએમટીસીએ ઈજિપ્તથી 6090 ટન ડુંગળીની આયાતનો કરાર કર્યો છે અને આ ખેપ બહુ જલદી આવવાની છે.
મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની તાજપોશી પહેલા લાગ્યા પોસ્ટર-અજિત પવારને ગણાવ્યાં ભાવિ મુખ્યમંત્રી
નિવેદનમાં કહેવાયું છે કે ડુંગળીની આ ખેપ બહુ જલદી મુંબઈના નાવા શેવા બંદર પર આવવાની છે. જ્યાંથી રાજ્ય સરકારો પોતાની માંગણી મુજબ ડુંગળી ખરીદી શકે છે. મંત્રાલયમાંથી મળેલી જાણકારી મુજબ છ રાજ્યો તરફથી અત્યાર સુધીમાં ડુંગળીની માગણી થઈ ચૂકી છે જેમાં આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ અને સિક્કિમ સામેલ છે.
જુઓ LIVE TV
Big News: મહારાષ્ટ્રમાં BJPનો ખેલ બગાડનારા શરદ પવાર હવે બની શકે છે 'સુપર બોસ'
નોંધનીય છે કે ડુંગળીના વધતા ભાવોને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાના નિર્ણયને ગત સપ્તાહે કેન્દ્રિય કેબિનેટે મંજૂરી આપી હતી. ચોમાસાની ઋતુના અંતમાં થયેલા ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાન થવાથી દેશમાં ડુંગળીના ભાવમાં ભારે વધારો થયો અને ત્યાર બાદ સરકારે આ નિર્ણય લીધો છે. કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મિનિસ્ટર રામ વિલાસ પાસવાને આ મહિને દેશમાં ડુંગળીની આવક વધે અને તેની કિંમત કાબુમાં રાખવાના હેતુથી એક લાખ ટન ડુંગળીની આયાત કરવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube