જગ વિખ્યાત બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું. રતન ટાટાએ લગ્ન નહતા ક ર્યા અને પોતાના જીવન વિશે પણ તેઓ કઈ ખાસ વિચારતા નહતા. જો કે કેટલાક અવસરે તેમણે પોતાના પરિવાર અને પ્રેમિકાઓ વિશે વાત કરી હતી. તેમનો એક પ્રેમની કિસ્સો 1962ના ભારત-ચીન યુદ્ધ સાથે પણ જોડાયેલો છે. આ જંગના કારણે તેમના લગ્ન થતા થતા રહી ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2020માં લોકપ્રિય ફેસબુક પે હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ અમેરિકામાં જન્મેલી પોતાની પ્રેમ કહાની વિશે જણાવ્યું હતું. આ 50ના દાયકાના અંત અને 60ના દાયકાના શરૂઆતના વર્ષોની વાત છે. રતન ટાટાને અમેરિકામાં લોસ એન્જલસમાં એક છોકરી સાથે પ્રેમ થયો અને તેઓ લગ્નની પણ તૈયારી  કરી રહ્યા હતા. 


કેમ ડરી ગયો પરિવાર
હ્યુમન્સ ઓફ બોમ્બે સાથે ઈન્ટરવ્યુમાં રતન ટાટાએ જણાવ્યું હતું કે હું એ દિવસોમાં લોસ એન્જલસમાં જ હતો. અહીં હું તે છોકરી સાથે લગ્નની તૈયારી કરતો હતો જેને હું પ્રેમ કરતો હતો. તે સમયે મે કામમાંથી બ્રેક લઈને થોડા સમય માટે ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો. તેનું કારણ મારા દાદી હતા, તેઓ સતત બીમારી હતા અને  હું તેમને મળવા માંગતો હતો. 


તેમણે વધુમાં જણાવ્યું કે હું સાત વર્ષથી બીમાર રહેતી મારી દાદીને મળવા માટે ભારત આવ્યો અને મારી પ્રેમિકાને પણ મારી સાથે  ભારત આવવા માટે કહ્યું. આ 1962નો ભારત-ચીન યુદ્ધનો સમય હતો. છોકરીના માતા પિતા ભારતની સ્થિતિ જોઈને ખુબ ડરેલા હતા અને તેમણે તેને મારી સાથે મોકલવાની ના પાડી દીધી. આ કારણસર આ સબંધનો અંત આવી ગયો. 


રતન ટાટાએ આ ઘટના બાદ ક્યારેય લગ્ન કર્યા નહીં. તેમણે પોતાનું જીવન સમગ્ર રીતે વ્યવસાય અને સમાજ સેવા માટે સમર્પિત કરી દીધુ. તેમની પ્રેમ કહાની આજે પણ એક અનકહી અને ગાઢ સંવેદનશીલ કહાની તરીકે ઓળખાય છે. જે દર્શાવે છે કે ક્યારેય જીવનમાં કેટલાક નિર્ણય આપણી સમજ બહાર હોય છે. રતન ટાટાએ આ સંબંધ મુદ્દે ક્યારેય કોઈને દોષ આપ્યો નથી. ઉલ્ટું તેઓ જીવનનો એક ભાગ માનતા હતા. તેમની આ પ્રેમ કહાની તેમના જીવનના તે પક્ષને દર્શાવે છે જેને તેમણે સાદગી અને સન્માન સાથે જીવ્યું. 


રતન ટાટા અને સિમી ગરેવાલની પ્રેમ કહાની
રતન ટાટા અને સિમી ગરેવાલ વચ્ચે પણ એક સમયે રોમેન્ટિક સંબંધ હોવાનું કહેવાય છે. આ એક એવી કહાની છે જેને ખુબ ઓછા લોકો જાણે છે. પરંતુ સિમી ગરેવાલે પોતે આ સંબંધ વિશે વાત કરી હતી અને તેને ખુબ ખાસ જણાવ્યો હતો. ફિલ્મ દો બદનની અભિનેત્રી સિમી ગરેવાલે રતન ટાટાને એક પરફેક્શનિસ્ટ કહ્યા હતા અને એ વાત પર ભાર મૂક્યો હતો કે તેમનો અને રતન ટાટાનો ઊંડો ઈતિહાસ રહ્યો છે અને એક સાચા જેન્ટલમેન છે. સિમીએ એ પણ  કહ્યું હતું કે રતન ટાટા માટે પૈસા ક્યારેય પ્રાથમિકતા રહ્યા નહતા. 


માતા પિતાના ડિવોર્સ
રતન ટાટાએ પોતાના બાળપણ વિશે વાત કરતા જણાવ્યું હતું કે માતા પિતાના ડિવોર્સના કારણે તેમણે કેટલીક અસહજ કરનારી ચીજોનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને જ્યારે માતાએ ફરીથી લગ્ન  કર્યા તો શાળાના છોકરાઓ તેમના પર કમેન્ટ પાસ કરતા હતા કારણ કે તે દિવસોમાં આ સામાન્ય નહતું. જો કે આ દરમિયાન તેમની દાદીએ તેમને સંભાળ્યા અને ગરિમા જાળવી રાખવા માટે કહ્યું. 


રતન ટાટાએ પિતા સાથે પોતાના સંબંધને યાદ કરતા કહ્યું હતું કે, હું વાયોલિન વગાડવાનું શીખવા માંગતો હતો. પરંતુ પિતાએ પિયાનો વગાડવાનું કહ્યું. હું અમેરિકાની કોલેજમાં જવા માંગતો હતો, પિતાએ બ્રિટન જવા પર ભાર મૂક્યો. હું આર્કિટેક બનવા માંગતો હતો. પરંતુ તેમણે મને એન્જિનિયરિંગ ભણવાનું કહ્યું. 


રતન  ટાટાનું કહેવું હતું કે દાદીના કારણે જ તેઓ અમેરિકામાં કોર્નેલ યુનિવર્સિટી ગયા. જ્યારે તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગથી આર્કિટેક્ચરમાં એડમિશન લીધુ તો તેમના પિતા ખુબ નારાજ થયા હતા. આ દરમિાન દાદીથી જ તેમને  ભાવનાત્મક સહારો મળ્યો હતો.