RBI Monetary Policy: મોંઘવારીના માર નીચે પીસાતી જનતા માટે આરબીઆઈએ નવી ક્રેડિટ પોલિસી જાહેર કરી દીધી છે. જેમાં હોમ લોનથી લઈને થાપણો પર વ્યાજ દર વધવાની સંભાવના હતી. પરંતુ રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23 માટે પ્રથમ ક્રેડિટ પોલિસી જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે ભૌગોલિક રાજકીય તણાવની અસર ઘણી અર્થવ્યવસ્થાઓ પર આવી રહી છે. ભારત માટે પણ આ એક પડકારજનક સમય છે. 6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન નાણાકીય નીતિ સમીક્ષા બેઠક યોજવામાં આવી છે.


RBI એ હવે આ બેંક પર પ્રતિબંધો લગાવ્યા, ગ્રાહકોને પૈસા ઉપાડવામાં થશે સૌથી મોટી મુશ્કેલી, જાણો સમગ્ર વિગત


રિઝર્વ બેંકે આજે પોતાની નાણાકીય નીતિ સમીક્ષામાં નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને રેપો રેટને 4 ટકા પર જાળવી રાખ્યો છે. તેના સિવાય રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ સિવાય કેશ રિઝર્વ રેશિયો પણ 4 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ સળંગ 11મી મોનેટરી પોલિસી છે, જેમાં RBIએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.


મોંઘવારી દર વધવાની આગાહી - RBI
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશમાં ફુગાવાનો દર વધવાની ધારણા છે અને નીતિ દરોને લઈને આરબીઆઈનું અનુકૂળ વલણ અકબંધ છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022-23માં ફુગાવાનો દર 5.7 ટકા રહેવાનો અંદાજ છે. તમને જણાવી દઈએ કે 6 એપ્રિલથી 8 એપ્રિલની વચ્ચે મોનેટરી પોલિસી રિવ્યુની બેઠક યોજાઈ હતી અને દેશની જીડીપી ગ્રોથ, મોંઘવારી દર સહિત અનેક મુદ્દાઓ પર MPCના સભ્યોના અભિપ્રાયના આધારે નિર્ણયો લેવામાં આવ્યા હતા.


જ્યારે, એપ્રિલ-જૂન 2022 માટે છૂટક મોંઘવારીનું અનુમાન 6.3 ટકા રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સિવાય જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ક્વાર્ટર માટે રિટેલ મોંધવારી દર 5.3 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બર માટે રિટેલ ફુગાવો 5.3 ટકા રહેવાની ધારણા છે.


GDP વૃદ્ધિની આગાહી
નાણાકીય વર્ષ 2023 માટે રિયલ જીડીપી વૃદ્ધિનો અંદાજ 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યો છે અને નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટર માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 4 ટકા રાખવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું કે શેરબજારમાં અનિશ્ચિતતા ચાલુ રહી શકે છે.


6 એપ્રિલથી 8 એપ્રિલની વચ્ચે મળી એમપીસીની બેઠક
તમને જણાવી દઈએ કે 6 એપ્રિલથી 8 એપ્રિલની વચ્ચે મોનેટરી પોલિસી રિવ્યુની બેઠક યોજાઈ હતી અને દેશની જીડીપી ગ્રોથ, મોંઘવારી દર સહિત અનેક મુદ્દાઓ પર MPCના સભ્યોના અભિપ્રાયના આધારે નિર્ણયો લેવામાં આવ્યા હતા. .


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube