Bank Locker New Rule: શું તમે પણ આપના જીવનભરની કમાણી બેંક લોકરમાં રાખી છે? તો આપના માટે છે ખુશ ખબર
New Bank Locker Rules: રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે તેઓ તેમના તમામ ગ્રાહકોને 30 એપ્રિલ, 2023 સુધીમાં નવા કરારની જરૂરિયાત વિશે જણાવે. બેંકે તેના આદેશમાં કહ્યું છે કે વર્તમાન ગ્રાહકોના ઓછામાં ઓછા 50 ટકા અને 75 ટકાના કરાર અનુક્રમે 30 જૂન અને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવા જોઈએ.
Bank Locker New Rules: લોકર ધારકોને રાહત આપતા RBIએ સોમવારે બેંકો સાથેના સંશોધિત કરારને ડિસેમ્બરના અંત સુધી લંબાવ્યો છે. મોટી સંખ્યામાં ગ્રાહકોની ફરિયાદો મળ્યા પછી બેંકે આ પગલું ભર્યું છે. ઑગસ્ટ 2021માં, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ એ બૅન્કિંગ અને ટેક્નૉલૉજી સેક્ટરમાં થયેલા તમામ ફેરફારોને પગલે બૅન્કોને 1 જાન્યુઆરી 2023 સુધીમાં હાલના લોકર ધારકો સાથે ફરીથી વાટાઘાટ કરવા જણાવ્યું હતું.
નિવેદનમાં RBIએ કહ્યું છે કે એવું જોવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ગ્રાહકોએ હજુ સુધી સુધારેલા કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘણા કિસ્સાઓમાં બેંકોએ ગ્રાહકોને નિયત તારીખ પહેલા આવું કરવાની જરૂરિયાત વિશે જાણ પણ કરી નથી. બેંકે ગ્રાહકોને પડતી અસુવિધાને ધ્યાનમાં રાખીને વર્તમાન સેફ ડિપોઝીટ લોકર્સ માટે તબક્કાવાર રીતે નવા કરારને અમલમાં મૂકવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવી છે.
આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
શું છે RBIનો નવો આદેશ
રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે તેઓ તેમના તમામ ગ્રાહકોને 30 એપ્રિલ, 2023 સુધીમાં નવા કરારની જરૂરિયાત વિશે જણાવે. બેંકે તેના આદેશમાં કહ્યું છે કે વર્તમાન ગ્રાહકોના ઓછામાં ઓછા 50 ટકા અને 75 ટકાના કરાર અનુક્રમે 30 જૂન અને 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં પૂર્ણ કરવા જોઈએ. બેંકોએ સ્ટેમ્પ પેપરની જોગવાઈ, ઈ-સ્ટેમ્પિંગ અને ગ્રાહકો સાથે કરારની નકલ પ્રદાન કરવાની પણ સુવિધા આપવી પડશે.
આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો
આ પણ વાંચો: Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત
ફરીથી ખોલાશે લૉકર
1 જાન્યુઆરી, 2023 સુધીમાં નવા લોકર કરારો ન કરવા માટે પ્રતિબંધિત લોકર પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ કરાર ઓગસ્ટ 2021ની માર્ગદર્શિકા, મોડલ લોકર કરાર, લોકર ભાડા, સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અને લોકરમાં સમાવિષ્ટોની પુનઃપ્રાપ્તિ અને કાયદા અમલીકરણ સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવતી અન્ય કાર્યવાહી સાથે સંબંધિત છે. આરબીઆઈએ કહ્યું છે કે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન દ્વારા તૈયાર કરાયેલા મોડલ કરારમાં સુધારેલા નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરવા માટે સુધારો કરવાની જરૂર છે.
આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube