નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેન્કે આજે નવી ક્રેડિટ પોલીસીની સમીક્ષાની જાહેરાત કરી છે. RBI એ આ વખતે પણ વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. બજેટથી આશા લગાવીને બેઠેલા મધ્યમ વર્ગને એકવાર ફરીથી નિરાશા સાંપડી છે. RBI ના ગવર્નર શક્તિકાંત દાસે Monetary Policy Committee ની બેઠક બાદ રેપો રેટ 4 ટકા યથાવત રાખવાની વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RBI એ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે તેનો અર્થ એ થયો કે રેપો રેટ હજુ પણ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા જ રહેશે RBI એ એકોમોડેટિવ પણ યથાવત રાખ્યું છે. તેમણે કહ્યું કે ગ્રોથ આઉટલૂકમાં ઝડપી સુધાર જોવા મળ્યો છે. અત્રે જણાવવાનું કે RBIની નજર રાજકોષીય ખાધ ઓછી કરવા પર છે. આ જ કારણ છે કે એક્સપર્ટ પહેલેથી એ વાતનો અંદાજો લગાવી રહ્યા હતા કે વ્યાજ દરમાં કોઈ ફેરફાર  કરવામાં આવશે નહીં. આ સાથે જ વ્યાજ દરને પહેલેથી ઘણા ઓછા કરવામાં આવેલા છે, આવામાં આ વખતે પણ આશા ઓછી હતી. નોંધનીય છે કે સામાન્ય બજેટ 2021-22 રજુ થયા બાદ પહેલીવાર રિઝર્વ બેન્કે ક્રેડિટ પોલીસીની સમીક્ષા કરી છે. 


પોલીસીની ખાસ વાતો
- ગ્રોથ આઉટલૂકમાં ઝડપી સુધાર જોવા મળ્યો
- ગ્રોથને સપોર્ટ કરવો એ સમયની માંગ
- 2021માં અર્થવ્યવસ્થાના એક નવા યુગની શરૂઆત
- ઘરેલુ કારોબારમાં ઝડપથી સુધાર
- ઘરોના વેચાણથી ભરોસો વધ્યો


ડબલ ડિજિટમાં દોડશે અર્થવ્યવસ્થા રિઝર્વ બેન્કે આગામી નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ 10.5 ટકા હોવાનો અંદાજ લગાવ્યો છે. અત્રે જણાવવાનું કે બજેટમાં તેનો 11 ટકા હોવાનો અંદાજ લગાવાયો છે. RBI ગવર્નરે કહ્યું કે ધીરે ધીરે વેચાણમાં સુધારો થયો છે. આ સાથે જ હવે લોકોના ખર્ચ કરવાની ક્ષમતા એકવાર ફરીથી રિકવર થઈ રહી છે. હાલમાં જ જે સામાન્ય બજેટ રજુ થયું તેમાં રોકાણની સ્થિતિ સુધરવાની આશા છે. શક્તિકાંત દાસ તરફથી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું કે જાન્યુઆરી-માર્ચ વચ્ચે મોંઘવારી દર 5.2 ટકા રહી શકે છે. 


અત્રે જણાવવાનું કે હાલ રેપો રેટ ચાર ટકાના રેકોર્ડ નીચલા સ્તરે છે. જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા છે. બેન્ક ગત વર્ષ ફેબ્રુઆરીથી રેપો રેટમાં 1.15 ટકાનો કપાત કરી ચૂકી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube