કોરોના 100 વર્ષનું સૌથી મોટુ સંકટ, અર્થતંત્ર ટ્રેક પર પાછુ ફરી રહ્યું છેઃ RBI ગવર્નર
રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે, ભારતીય અર્થવ્યવસ્થાના સામાન્ય સ્થિતિ તરફ પરત ફરવાના સંકેત દેખાવા લાગ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 20 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે તો ઈકોનોમી પણ પરાસ્ત જોવા મળી રહી છે. આ વચ્ચે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે મોટુ નિવેદન આપ્યું છે.
100 વર્ષનું સૌથી મોટુ સંકટ
આરબીઆઈ ગવર્નરે કહ્યુ, કોરોના વાયરસ પાછલા 100 વર્ષોમાં સૌથી ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક સંકટછે. આ વાયરસને કારણે ઉત્પાદન અને નોકરીઓ પર નેગેટિવ પ્રભાવ પડ્યો છે. તેણે વિશ્વભરમાં હાલની વ્યવસ્થા, શ્રમ અને કેપિટલના મૂવમેન્ટને સુસ્ત કરી છે.
આ સાથે શક્તિકાંત દાસે જણાવ્યુ કે, ભારતીય અર્થવ્યવસ્થાની સામાન્ય સ્થિતિની તરફ પરત ફરવાના સંકેત જોવા મળી રહ્યાં છે. લૉકડાઉનમાં લાગૂ વિવિધ પ્રતિબંધોમાં ઢીલ અપાયા બાદ ગતિવિધિઓ વધી છે.
પરંતુ તેમણે કહ્યું કે, આ હજુ નક્કી નથી કે સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે ક્યારે શરૂ થશે. શક્તિકાંત દાસે કહ્યુ કે, માંગની સ્થિતિ સામાન્ય થવામાં કેટલો સમય લાગશે અને આ મહામારી આપણી સંભવિત વૃદ્ધિ પર કેટલા લાંબા સમય સુધી પ્રભાવ છોડે છે, તે જોવાની વાત છે.
વડોદરાની સૌથી જૂની અન્યોન્ય બેંક સાથે છેતરપીંડી, ભેજાબાજે પોણા બે કરોડની એફડી વટાવી લીધી
વિકાસ પ્રથમ પ્રાથમિકતા
શક્તિકાંતદાસ પ્રમાણે, રિઝર્વ બેન્ક માટે વિકાસ પ્રથમ પ્રાથમિકતા છે પરંતુ તેની સાથે નાણાકીય સ્થિરત પણ એટલી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, સરકારના લક્ષ્ય વિશેષ રૂપથી સંબંધિત અને વ્યાપક સ્તરના સુધારના તમામ ઉપાયોગની પ્રથમ જાહેરાત કરી દીધી છે, તેનાથી દેશની સંભવિત વૃદ્ધિને મદદ મળશે.
શક્તિકાંત દાસે કહ્યુ કે, નાણાકીય, નાણાકીય, નિયમનકારી અને માળખાકીય સુધારાના ક્ષેત્રમાં જે ઉપાય કરવામાં આવ્યા છે તેણે નજીકના ભવિષ્યમાં ઓછામાં ઓછા વિઘ્નોની સાથે અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધાર લાવવામાં જરૂરી પરિસ્થિતિઓ બનાવવામાં મદદ મળશે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, આ સમયે જરૂર છે વિશ્વાસ સ્થાપિત કરવા, નાણાકીય સ્થિરતા બનાવી રાખવા, આર્થિક વૃદ્ધિને ફરીથી મેળવવા અને મજબૂતીની સાથે આગળ વધવાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર