નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ ગુરૂવારે પોતાની મોનેટરી પોલિસીની જાહેરાત કરી. તેમાં આરબીઆઇએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી દીધો છે. હવે આરબીઆઇ બેંકોને 6 ટકાના બદલે 5.75 ટકાના દરે લોન આપવામાં આવશે. તેનાથી બેંકમાંથી લોન લેનાર ગ્રાહકોની લોનના હપ્તામાં ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ આરબીઆઇએ ઓનલાઇન ટ્રાંજેશનના માધ્યમોથી રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેંટ (RTGS) અને નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાંસફર (NEFT) પર લાગનાર ચાર્જને પણ દૂર કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની સીધી અસર ઓનલાઇન ટ્રાંજેક્શન કરનાર બેંકના ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે. આરબીઆઇએ કહ્યું કે બેંકોને પોતાના ગ્રાહકોને આ લાભ આપવો પડશે.  

RBI એ 0.25% રેપો રેટ ઘટાડ્યો, 30 લાખની હોમ લોન પર દર મહિને બચશે આટલા રૂપિયા


જોકે હાલના સમયમાં સરકારી અને ખાનગી બેંક IMPS અને RTGS સેવા માટે ગ્રાહકોને ચાર્જ લે છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા NEFT ની સુવિધા પર 2.5 રૂપિયાથી માંડીને 25 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. એસબીઆઇ 10 હજાર સુધીના ઓનલાઇન ટ્રાંસફર પર 2.5 રૂપિયા, 10 હજારથી લઇને એક લાખ રૂપિયા સુધીના ઓનલાઇન ટ્રાંસફર સુધી પાંચ રૂપિયાનો ચાર્જ લાગે છે. 

જુલાઇમાં લોન્ચ થશે Redmi K20 અને Redmi K20 Pro, જાણો તેના ફીચર્સ


આ ઉપરાંત એસબીઆઇ 1 લાખ રૂપિયાથી માંડીને 2 લાખ રૂપિયા સુધીની ધનરાશિ NEFT દ્વારા મોકલતાં 15 લાખ રૂપિયાનો ચાર્જ વસૂલે છે. તો બીજી તરફ 2 લાખ રૂપિયાથી વધુ પૈસા ટ્રાંસર પર 25 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવે છે. દેશના અન્ય બેંક પણ ગ્રાહકો પાસેથી આ પ્રકારે ચાર્જ વસૂલવામાં આવે છે. NEFT ના અંતગર્ત હાલમાં ફંડ ટ્રાંસફર કરવા માટે સમયસીમા નક્કી છે. તો બીજી તરફ RTGS અને IMPS હેઠળ કોઇપણ સમયે પૈસા ટ્રાંસફર કરી શકાય છે.