નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક બોર્ડની બેઠકનો આજે સોમવારે મુંબઈમાં પ્રારંભ થયો છે. આ બેઠકમાં વાર્નિશ પેઈન્ટ ચઢાવેલ 100 રૂપિયાની નવી નોટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી શકે છે. 100 રૂપિયાની આ નવી નોટમાં અનેક વિશેષતા હશે. બેંકોએ રીંગણ કલરની 100 રૂપિયાની નવી નોટ માર્કેટમાં ઉતારવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે હવે પર્પલ કલરની 100ની નોટ એટીએમમાં પણ મળવાની શરૂ થઈ ગઈ છે. હવે, બધુ સમુસૂતરુ પાર પડ્યું તો, જલ્દી જ તમારા હાથમાં 100 રૂપિયાની વધુ એક નવી નોટ પહોંચશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી નોટ પર પર્પલ કલર હશે
બેંકોએ પર્પલ કલરની 100 રૂપિયાની નોટને માર્કેટમાં ઉતારવાની શરૂઆત કરી દીધી છે. એટીએમમમાં પણ આ નોટ હવે મળી રહી છે. જોકે, 100 રૂપિયાની આ નોટ હજી પૂરી રીતે ચલણમાં આવી નથી. આવનારા સમયમાં વધુ નવી નોટો માર્કેટમાં મૂકવામાં આવે તેવી શક્યતા છે. જે પણ પર્પલ કલરની જ હશે. 


નવી નોટ ન ફાટશે, ન કપાશે
અમારી સહયોગી વેબસાઈટ zeebiz.comના જણાવ્યા અનુસાર, નવી 100 રૂપિયાની નોટની સૌથી મોટી ખાસિયત એ હશે કે તેને તમારે સંભાળીને રાખવાની જરૂર નહિ પડે. આ નોટ ન તો ફાટશે, ન તો કપાશે. તેને તમે કોઈ પણ પ્રકારના ખિસ્સામાં રાખી શકો છો. તે પાણીમાં નાખવાથી પલળે પણ નહિ. આ જ કારણ છે કે, નવી નોટ પર વાર્નિશ પેઈન્ટ ચઢાવેલું હશે. તો ડિઝાઈનની વાત કરીએ, તો નવી નોટની ડિઝાઈન આબેહૂબ જૂની નોટની જેમ જ હશે. પરંતુ તેમાં અન્ય કેટલીક ખાસિયત પણ હશે.


100 રૂપિયાની નોટનું ગુજરાત કનેક્શન? જાણવા અહીં ક્લિક કરો  


નવી નોટમાં હશે આ ખાસિયત


  •  નવી મોટ પર વાર્નિશ પેઈન્ટ લાગેલું હશે, જેનાથી તે લાંબા સમય સુધી ચાલશે

  •  નવી નોટ અંદાજે 7 વર્ષ સુધી ચાલે, તેટલી ટકાઉ હશે

  •  પાણી હોય કે કેમિકલ, કોઈની પણ તેના પર અસર નહિ પડે. નવી નોટના ખરાબ થવાની શક્યતા 170 ટકા ઓછી હશે.

  •  તેને વારંવાર વાળવું યોગ્ય નહિ હોય, કારણ કે તેનાથી ફાટવાનો ખતરો વધી શકે છે.

  •  નોટની સાઈઝ એકદમ 100 રૂપિયાની પર્પલ કલરની નોટની જેટલી જ હશે

  •  આ નોટ પણ ગાંધી સીરિઝની જ છે.