Reserve Bank of India Repo Rate: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાંકીય નીતિ સમિતિ (MPC)ની આજથી ત્રણ દિવસીય બેઠકનો આજે બીજો દિવસ છે. આ ત્રણ દિવસ સુધી યોજાનાર બેઠક 8 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુંકે, આરબીઆઈ દ્વારા રેપોરેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં દુનિયાભરમાં મોટી આર્થિક તંગી ઉભી થઈ હતી. જેની અસર ભારતમાં પણ જોવા મળી હતી. હવે સમય સ્ટેબલ થયો છે ત્યારે RBI એ રેપોરેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
હવે ગાયના છાણથી ચમકશે તમારા ઘર અને ઓફિસની લાઈટો! ગ્લોબલ બન્યુ ગાયનું ગોબર
આ ફૂલની ખેતી કરી વર્ષે થશે અડધા કરોડથી વધુની કમાણી! જાણો આખી પ્રક્રિયા
Top 5 University of India: આ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થશો તો મળશે ગાડીઓને બંગલા!



ઉલ્લેખનીય છેકે, આરબીઆઈએ રેપોરેટમાં વધારો કર્યો છે. જેને કારણે હવે રેપોરેટ વધીને 6.25 થી 6.50 ટકા થઈ ગયો છે. જેની સીધી અસર હવે બેંક લોન પર પણ જોવા મળશે. તેથી હવે અલગ અલગ લોનના ઈએમઆઈ પર વ્યાજદરોમાં વધારો થશે. ખાસ કરીને પોતાના ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે પણ આ સમાચાર ઝટકો આપનારા છે. કારણકે, આઈબીઆઈએ રેપોરેટમાં વધારો કરતા હવે હોમ લોન પહેલાં કરતા વધારે મોંઘી બની છે. ગત વર્ષે RBIએ રેપો રેટમાં 5 વખત વધારો કર્યો હતો અને રેપો રેટ 6.25 ટકા સુધી પહોંચાડી દીધો હતો.


અન્ય પરિબળો વિશે આરબીઆઈ ગવર્નરે શું કહ્યું?



રેટ વધવાથી શું ફેર પડે?
ગત વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી બેઠકમાં MPCએ વ્યાજ દરમાં 0.35નો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. કુલ વધારો 225 બેસિસ પોઈન્ટ અથવા 2.25 ટકા કરાયો હતો. આ વ્યાજ દરમાં 3 વખત 0.50 ટકા વધારો કરાયો હતો. રેપો રેટ વધવાના કારણે બેંકો માટે RBI પાસેથી નાણાં લેવા મોંઘા થઈ જાય છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડે છે. બેંકો પણ ગ્રાહકો માટે લોન મોંધી કરી દે છે. અગાઉથી જ હોમ લોનનો વ્યાજ દર 8.50 ટકાની ઉપર પહોંચી ગયું છે. ફરી વ્યાજ દર વધવાથી વધુ તેની ઉપર જવાની આશંકા છે.


ઘર-કાર ખરીદવું થશે મોંઘું-
જો વ્યાજ દર વધશે તો લગભગ તમામ પ્રકારની લોનો મોંઘી થઈ જશે. RBI દ્વારા રેપો રેટ વધારવાના કારણે બેંકો વ્યાજમાં વધારો કરે છે. બેંકના મોટાભાગના વ્યાજ દરો બાહ્ય પરિબળો પર આધાર રાખે છે અને આમાં સૌથી મોટું પરિબળ રેપો રેટ છે. જો કે આનો એક ફાયદો રોકાણકારોને થાય છે. બેંક FDનાં રોકાણકારોને વધુ નાણાં મળે છે. અમે ગત વર્ષે આના ઉદાહરણો જોયા છે. ઘણી બેંકો FD પર 7% કે તેથી વધુ વ્યાજ ઓફર કરી રહી છે.

આ પણ ખાસ વાંચોઃ જલેબીબાબાનો જલવો! યુવતીઓ સાથે સેક્સ માણવા બનાવ્યો રેપરૂમ, દરેક રેપનું રોકોર્ડિગ રખતો આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...