Reserve Bank of India: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) ની નાણાકીય નીતિ સમિતિએ સરકારને મોકલનાર રિપોર્ટને અંતિમ રૂપ આપવા માટે ગુરૂવારે બેઠક કરી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આરબીઆઇ જાન્યુઆરીથી સતત ત્રણ ત્રિમાસિકમાં રિટેલ ફૂગાવાને 6 ટકાની સંતોષજનક સીમાથી નીચે રાખવામાં કેમ વિફળ રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રિપોર્ટ સરકારે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમના અનુસાર સોંપવામાં આવશે. છ માસિક નાણાકીય નીતિ સમિતિ (MPC) ના અધ્યક્ષ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે
અન્ય સભ્યો ઉપરાંત આ સમિતિમાં આરબીઆઇના ડિપ્યુટી ગવર્નર માઇકલ દેવવ્રત પાત્રા અને આરબીઆઇના કાર્યકારી નિર્દેશક રાજીવ રંજન પણ સામેલ છે. છ વર્ષ પહેલાં નાણાકીય નીતિ સમિતિ (MPC) ની રચના થયા બાદ પહેલીવાર ભારતીય રિઝર્વ બેંક (આરબીઆર) સતત 9 મહિના સુધી ફુગાવાને નિર્ધારિત દાયરામાં રાખી ન શકતા એક રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે. 

હાઇડ્રોજન કારને લઇને Nitin Gadkari નું મોટું નિવેદન, 1KG માં 400KM દોડશે કાર


એમપીસી નિર્ણય લેવાની સર્વોચ્ચ એકમ
વર્ષ 2016 માં નાણાકીય નીતિ નિર્ધારણના એક વ્યવસ્થિત માળખાના રૂપમાં એમપીસીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ જ એમપીસી જ નીતિગત વ્યજા દરો વિશે નિર્ણય લેવાની સર્વોચ્ચ એકમ બની ગઇ છે. એમપીસી માળખા હેઠળ સરકારે આરબીઆઇએ આ જવાબદારી સોંપી હતી કે ફુગાવો ચાર ટકા (બે ટકા વધ-ઘટ સાથે) સાથે નીચે બની રહે. જોકે આ વર્ષે જાન્યુઆરીથી જ ફુગાવો સતત છ ટકાથી ઉપર રહ્યો છે. 


ફુગાવો છ ટકાથી ઉપર
સપ્ટેમ્બરમાં ગ્રાહક મૂલ્ય સૂચકાંક (સીપીઆઇ) પર આધારિત રિટેલ ફુગાવો 7.4 ટકા પર નોંધાયો છે. તેનો અર્થ એ છે કે સતત નવ મહિનાથી ફુગાવો છ ટકાના સંતોષજનક સ્તરથી ઉપર બનેલો છે. આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસે બુધવારે પોતાની નિતિયોનો બચાવ કરતા કહ્યું હતું કે જો સમય પહેલાં વ્યાજદરોને સખત કરવાનું શરૂ કરી દીધુ હોત તો અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ નીચે તરફ જાય છે. આ સ્વિકાર કરતાં વધતા જતા ફુગાવાના કારણે કેંદ્રીય બેંક પોતાના પ્રાથમિક લક્ષ્યથી ચૂકી ગયા છે, શક્તિકાંતે કહ્યું કે 'પ્રતિતથ્યાત્મક' પહેલુના પણ વખાણ કરવાની જરૂરિયાત છે. 


આરબીઆઇ ગર્વનરે કહ્યું હતું કે જો અમે જલદી સખત અથવા આક્રમક વલણ અપનાવ્યું હોત તો આ નિર્ણય અર્થવ્યવસ્થા માટે ખૂબ મોંઘો પડત. આ દેશના નાગરિકો માટે પણ મોંઘો હોત અને આપણે તેની મોટી કિંમત ચૂકવવી પડત. સરકારે 31 માર્ચ 2021 ના રોજ જાહેર એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે માર્ચ 2026 સુધી આરબીઆઇને ફુગાવો ચાર ટકા (બે ટકા વધુ અથવા બે ટકા ઓછો‌) ની અંદર રાખવો પડશે. આ પ્રકારે સરકારે પાંચ વર્ષ માટે ફુગાવાને મેક્સિમમ છ ટકા સુધી રાખવાનું દાયિત્વ આરબીને સોંપવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube