યસ બેન્કના બોર્ડનો ભંગ, રિઝર્વ બેન્કે ઉપાડની મર્યાદા 50 હજાર રૂપિયા નક્કી કરી
યસ બેન્કના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આ બેન્કના ગ્રાહકો હવે 50,000 રૂપિયા જ ઉપાડી શકશે. ભારતીય રિઝર્વ બેન્કે યસ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટરને ભંગ કરી દીધું છે.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રોકડની કટોકટીથી ઝઝૂમી રહેલા ખાનગી ક્ષેત્રની યશ બેન્કના ડિરેક્ટર મંડળને ભંગ કરવા પ્રશાસકની નિમણૂંક કરી દીધી છે. આ સાથે રિઝર્વ બેન્કે ગુરૂવારે બેન્કના ખાતાઘારકોના ઉપાડની મર્યાદા સહિત બેન્કના કારોબાર પર અનેક પ્રતિબંધો લગાવી દીધી છે. કેન્દ્રીય બેન્કે આગામી આદેશ સુધી બેન્કના ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરી છે.
બેન્કનું નિયંત્રણ ભારતીય સ્ટેટ બેન્કના નેતૃત્વમાં નાણાકીય સંસ્થાના એક સમૂહના હાથમાં આપવાની તૈયારી કરવામાં આવી છે. આરબીઆઈએ મોડી સાંજે એક નિવેદનમાં કહ્યું કે, યસ બેન્કના ડિરેક્ટર મંડળને તત્કાલ પ્રભાવથી ભંગ કરી દેવામાં આવ્યું છે અને ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)ના પૂર્વ મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) પ્રશાંત કુમારની યસ બેન્કના પ્રશાસક તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આ પહેલા આશરે છ મહિના પહેલા રિઝર્વ બેન્કે મોટું કૌભાંડ સામે આવ્યા બાદ પીએમસી બેન્કના મામલામાં પણ આ પ્રકારનું પગલું ભર્યું હતું. તમને જણાવી દઈએ કે યસ બેન્ક ઘણા સમયથી ડૂબેલા દેવાની સમસ્યાનો સામનો કરી રહી છે. આ પહેલા સરકારે એસબીઆઈ અને અન્ય નાણાકીય સંસ્થાઓને યસ બેન્કને કટોકટીમાંથી કાઢવાની મંજૂરી આપી હતી.
નિફ્ટી 50થી બહાર થશે યસ બેન્ક
આ મહિને 27 માર્ચે યસ બેન્ક નેશનલ શેર બજાર (એનએસઈ)ના મુખ્ય ઇન્ડેક્સ 'નિફ્ટી 50'માંથી બહાર થઈ જશે. આ યાદીમાં ટોપ 50 પરફોર્મર કંપનીઓ હોય છે. આ યાદીમાં હંમેશા ફેરફાર થતો રહે છે. તેમાં તે કંપનીઓ સામેલ થાય છે જેના પરફોર્મંસ અને માર્કેટ કેપમાં સુધાર થાય છે.
જુઓ LIVE TV
ૃZee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube